Ambaji News : શક્તિપીઠ અંબાજી મંદિરમાં આંધ્ર પ્રદેશના કલાકારોનું અદ્ભુત નૃત્ય, ભક્તોની મોટી ભીડ જામી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તિ અને કલાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. આંધ્ર પ્રદેશની 'વંદના ડાન્સ એકેડમી'ના કલાકારોએ મંદિરના ચાચર ચોકમાં સુંદર નૃત્ય કલાનું પ્રદર્શન કર્યું હતું. આ સંસ્થાને 2024 માં 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ' અને 2025 માં 'ઇન્ટરનેશનલ બુક ઑફ રેકોર્ડ' જેવા સન્માનો મળેલા છે. આ કલાકારોએ અગાઉ 2024માં માઇનસ 2 ડિગ્રીમાં કેદારનાથ અને 2025 માં માઇનસ 3 ડિગ્રીમાં તુંગનાથ મંદિર (12,670 મીટરની ઊંચાઈએ) ખાતે પણ કુચીપુડીનું પ્રદર્શન કરીને પોતાની કલાનો પરિચય આપ્યો છે.
'જયશ્રી અંબે ગેરીયા મંડળ' દ્વારા ભવ્ય ગરબાની રજૂઆત
નૃત્યની સાથે સાથે ગુજરાતની પરંપરાગત ભક્તિ એટલે કે ગરબાની પણ અંબાજીના ચાચર ચોકમાં ભવ્ય રજૂઆત થઈ હતી. વાપી અને વલસાડ જિલ્લાના ભાઈઓ દ્વારા સંચાલિત 'જયશ્રી અંબે ગેરીયા મંડળ', જેની સ્થાપના 1962માં થયેલી છે, તેના કલાકારોએ સુંદર ગરબા રજૂ કર્યા હતા. આ મંડળમાં એન્જિનિયર, પ્રોફેસર સહિત વિવિધ ક્ષેત્રના લોકો જોડાયેલા છે, જેઓ પરંપરાગત વેશભૂષા, અવનવા ડ્રેસ અને માથે ટોપી પહેરીને ભક્તિભાવ સાથે ગરબા રમે છે. આ મંડળ દર 1 વર્ષના અંતરે પાવાગઢ અને અંબાજી જેવા શક્તિપીઠો પર ગરબા કરવા માટે આવે છે.
ચાચર ચોકમાં ભક્તોની મોટી હાજરી અને કલાનો ઉત્સવ
'વંદના ડાન્સ એકેડમી' દ્વારા રજૂ કરાયેલી અલગ અલગ નૃત્યકૃતિઓ અને વર્ષો જૂના 'જયશ્રી અંબે ગેરીયા મંડળ'ના ગરબા જોવા માટે અંબાજી મંદિરના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમે ભક્તિ, પરંપરા અને કલાના અદ્ભુત સમન્વયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ બંને સંસ્થાઓ દ્વારા થયેલા પ્રદર્શને અંબાજીના ધાર્મિક માહોલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા અને શક્તિપીઠમાં કલા ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
What's Your Reaction?






