Ambaji News: દીપોત્સવની પૂર્વસંધ્યાએ અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું

Oct 19, 2025 - 23:00
Ambaji News: દીપોત્સવની પૂર્વસંધ્યાએ અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શક્તિપીઠ અંબાજી ખાતે આવેલા સુપ્રસિદ્ધ માતા અંબાજી મંદિરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીના ભાગરૂપે અત્યંત ભવ્ય અને આકર્ષક રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરને વીજળીની રોશનીથી એ રીતે ઝગમગાવી દેવામાં આવ્યું છે કે તે દિવ્યતાનો અહેસાસ કરાવે છે. દિવાળીના તહેવારને આવકારવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે મંદિરના મુખ્ય શિખરથી લઈને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી અને ઝગમગતી લાઇટ્સ વડે શણગારવામાં આવ્યું છે.

અંબાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું

અંધકારમાં જ્યારે આ રોશની પ્રગટાવવામાં આવે છે ત્યારે મંદિરનું સૌંદર્ય અનેકગણું વધી જાય છે. દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ અદભૂત દ્રશ્ય જોઈને અભિભૂત થઈ જાય છે. મંદિરના પ્રવેશદ્વાર, પ્રાંગણ અને જુદા જુદા ભાગોમાં કરવામાં આવેલો આ શણગાર ભક્તોને દિવાળીના પાવન અવસર પર એક આધ્યાત્મિક અને આનંદમય અનુભવ પૂરો પાડે છે.

મંદિરના શિખરથી લઈને મંદિર પરિસરમાં રોશની

રોશનીનો આ ભવ્ય શણગાર દર્શાવે છે કે અંબાજીમાં દિવાળીનું પર્વ કેટલા ઉલ્લાસ અને આસ્થા સાથે ઉજવવામાં આવે છે. આ રોશનીનો શણગાર માત્ર દીવાળી પૂરતો જ નહીં પરંતુ નૂતન વર્ષના આગમન સુધી ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0