Ambaji News: અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા

અંબાજી મંદિર ટ્રસ્ટ પોતે ધજાનુ વેચાણ શરૂ કર્યુંટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી ધજા મળી રહેશે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધજાઓના ભાવ નક્કી કરાયા અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે અંબાજી મંદિરમાં આજથી ધજા ચઢાવવાનો ચાર્જ લેવામાં આવશે. આજથી જ અંબાજી મંદિર ટ્રસ્ટ પોતે ધજાનુ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. જેને સાંજે 4:30 બાદ ધજા ચઢાવી શકાશે નહીં. અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિકની ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ભક્તો ધ્વજારોહણ કરી શકતા જે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો. ધ્વજારોહણનો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો 1 ઓગસ્ટ 2024 થી ધ્વજારોહણનો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7:00 વાગ્યાથી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજારોહણ કરી શકાશે. જેને ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. સાથે જ તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5,7,9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે. અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ દર્શન કરવા માટે આવતા ભક્તો માટે શક્તિપીઠ અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ છે. જેના માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સોમનાથ, દ્વારકા બાદ અંબાજી મંદિરમાં પણ આજથી ધ્વજારોહણની સુવિધા શરૂ કરવામાં આવી છે. દર્શન કરવા માટે આવતા ભક્તો શિખર પર આરોહણ કરવા માટે અંબાજી મંદિરમાં ધ્વજારોહણ અને પૂજા-અર્ચના સાથે ઉપલબ્ધ રહેશે. આ ધજાના અલગ-અલગ મીટર માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

Ambaji News: અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજી મંદિર ટ્રસ્ટ પોતે ધજાનુ વેચાણ શરૂ કર્યું
  • ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી ધજા મળી રહેશે
  • દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધજાઓના ભાવ નક્કી કરાયા

અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે અંબાજી મંદિરમાં આજથી ધજા ચઢાવવાનો ચાર્જ લેવામાં આવશે. આજથી જ અંબાજી મંદિર ટ્રસ્ટ પોતે ધજાનુ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. જેને સાંજે 4:30 બાદ ધજા ચઢાવી શકાશે નહીં. અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિકની ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ભક્તો ધ્વજારોહણ કરી શકતા જે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો.


ધ્વજારોહણનો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો

1 ઓગસ્ટ 2024 થી ધ્વજારોહણનો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7:00 વાગ્યાથી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજારોહણ કરી શકાશે. જેને ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. સાથે જ તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5,7,9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે.

અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ

દર્શન કરવા માટે આવતા ભક્તો માટે શક્તિપીઠ અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ છે. જેના માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સોમનાથ, દ્વારકા બાદ અંબાજી મંદિરમાં પણ આજથી ધ્વજારોહણની સુવિધા શરૂ કરવામાં આવી છે. દર્શન કરવા માટે આવતા ભક્તો શિખર પર આરોહણ કરવા માટે અંબાજી મંદિરમાં ધ્વજારોહણ અને પૂજા-અર્ચના સાથે ઉપલબ્ધ રહેશે. આ ધજાના અલગ-અલગ મીટર માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.