Ahmedabaના બાપુનગરમાં બુટલેગરના ઘરે ફરી વળ્યું દાદાનું બુલડોઝર, સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

અમદાવાદના બાપુનગરમાં બુટલેગરના ઘરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે,જેમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે,એએમસી અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી છે,અસામાજિક તત્વો સામે એએમસીએ લાલ આંખ કરી છે. બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી કરાઈ રહી છે.ગરીબનગર પાસે બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો જેને લઈ પોલીસે આ કામગીરી કરી છે.મહોમદ સરવર ઉર્ફે કડો અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી હાથધરી છે,આરોપીનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું છે.મહત્વનું છે કે આરોપી મહોમદ સરવર વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે. 21 ડિસેમ્બર 2024ના રોજ પણ કર્યુ હતુ ડિમોલિશનબાપુનગરના અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યા પર મકાનો ફાળવી દેવાયા છે પરંતુ આરોપી દ્વારા આ જુના મકાનો કાલી કરાતા ન હતા અને દાદાગીરી કરીને વસવાટ કરતા હતા,કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં અકબરનગર છાપરા વિસ્તારમાં મકાન બાબતે સર્વે થઈ ગયો છે,આરોપીઓનું વર્તન સરકાર અને સમાજ વિરોધી હોવાથી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે,હાલમાં મકાનો તોડવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં આતંક મચાવનાર વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેફુઝ અને અલ્તાફ ઉર્ફે જુમ્મનને દબોચી લેવાયા છે. લુખ્ખાતત્વોએ જાહેરમાં હથિયાર લઇને આતંક મચાવ્યો હતો. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર ગુંડાઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરી છે. તલવાર લઈને દાદાગીરી કરનાર લુખ્ખાઓને ચાલવાના પણ ફાફા પડ્યા હતા. તલવાર બતાવનાર અસામાજિક શખ્સો હાથ જોડતા કેમેરામાં દેખાયા હતા.  

Ahmedabaના બાપુનગરમાં બુટલેગરના ઘરે ફરી વળ્યું દાદાનું બુલડોઝર, સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના બાપુનગરમાં બુટલેગરના ઘરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે,જેમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે,એએમસી અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી છે,અસામાજિક તત્વો સામે એએમસીએ લાલ આંખ કરી છે.

બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન

બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી કરાઈ રહી છે.ગરીબનગર પાસે બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો જેને લઈ પોલીસે આ કામગીરી કરી છે.મહોમદ સરવર ઉર્ફે કડો અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી હાથધરી છે,આરોપીનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું છે.મહત્વનું છે કે આરોપી મહોમદ સરવર વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે.

21 ડિસેમ્બર 2024ના રોજ પણ કર્યુ હતુ ડિમોલિશન

બાપુનગરના અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યા પર મકાનો ફાળવી દેવાયા છે પરંતુ આરોપી દ્વારા આ જુના મકાનો કાલી કરાતા ન હતા અને દાદાગીરી કરીને વસવાટ કરતા હતા,કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં અકબરનગર છાપરા વિસ્તારમાં મકાન બાબતે સર્વે થઈ ગયો છે,આરોપીઓનું વર્તન સરકાર અને સમાજ વિરોધી હોવાથી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે,હાલમાં મકાનો તોડવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.

બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં આતંક મચાવનાર વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેફુઝ અને અલ્તાફ ઉર્ફે જુમ્મનને દબોચી લેવાયા છે. લુખ્ખાતત્વોએ જાહેરમાં હથિયાર લઇને આતંક મચાવ્યો હતો. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર ગુંડાઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરી છે. તલવાર લઈને દાદાગીરી કરનાર લુખ્ખાઓને ચાલવાના પણ ફાફા પડ્યા હતા. તલવાર બતાવનાર અસામાજિક શખ્સો હાથ જોડતા કેમેરામાં દેખાયા હતા.