Ahmedabad:સૂર્યાસ્ત બાદ સિંધુભવન, SGહાઈવે પર લકઝયુરિયસ કારની એવરેજ સ્પીડ એકધારી 100ને પાર

અમદાવાદમાં ગત એપ્રિલ મહિનામાં જ ઓવરસ્પીડિંગના કુલ 9,804 કેસ, 2.12 કરોડનો દંડ ફટાકારાયોસ્પીડગનમાં સાંજના છ વાગ્યા પછી વિઝન રહેતું ન હોવાથી કારનો નંબર દેખાતો નથી ટેક્નોસેવીના દાવા પોકળ : મોટા ભાગના મેમો સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં જ ઇશ્યૂ થાય છે અમદાવાદ સહિત રાજ્યમાં ઓવરસ્પીડિંગથી વારંવાર અકસ્માત સર્જાતા હોવા છતાં કેટલાક નબીરાઓ ઓવરસ્પીડમાં લક્ઝયુરિયસ કાર હંકારી રહ્યા છે. ઈસ્કોન બ્રિજ પર બનેલા તથ્યકાંડમાં બોધપાઠ લેવાના બદલે નબીરાઓમાં હજુ ફૂલ સ્પીડમાં કાર ચલાવવાનો ક્રેઝ સતત વધી જ રહ્યો છે. શહેરમાં ઓવરસ્પીડિંગ માટેના હોટસ્પોટ તરીકે સિંધુભવન રોડ, સીજી રોડ, રિંગ રોડ, આઇઆઇએમ રોડ, એસજી હાઇવેનો સમાવેશ થાય છે. આ સ્થળે પર મોડી રાતના યુવાનો સરેરાશ 100-120 કે તેથી વધુની સ્પીડે કાર હંકારી સ્ટંટ કરે છે અને નાગરિકોના જીવ જોખમમાં મૂકે છે. એડવાન્સ ટેક્નોસેવીના દાવા કરતું તંત્ર લક્ઝયુરિયસ કાર ચલાવતા નબીરાઓની સ્પીડ ઘટાડવામાં સદંતર નિષ્ફળ નીવડયું છે, તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, સાંજના છ વાગ્યા પછી સ્પીડ માપવાનું સાધન સ્પીડગનમાં વિઝન રહેતું નથી. આથી કારનો નંબર જોઈ શકાતો નથી. જેનો કેટલાક નબીરાઓ ગેરફાયદો ઉઠાવી 100થી વધુની સ્પીડમાં કાર હંકારે છે. ટ્રાફિક પોલીસના આંકડા મુજબ, શહેરમાં ગત એપ્રિલ માસમાં જ ઓવરસ્પીડિંગના કુલ 9,804 કેસ નોંધી રૂ. 2.12 કરોડનો દંડ ફ્ટકારાયો છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક પોલીસે ઓવર સ્પીડિંગના 74,981 કેસ કર્યા અમદાવાદઃ શહેરમાં રાત્રીના સમયે ઓવરસ્પીડિંગ અને સ્ટંટબાજો માટે જાણીતા એવા એસજી હાઇવે, યુનિવર્સિટી રોડ, આઇઆઇએમ રોડ, રિંગરોડ સહિત પાંચ જેટલા હોટસ્પોટ બન્યા છે. છેલ્લા બે વર્ષમાં ઓવર સ્પીડિંગના કુલ 74,981 કેસો કરવામાં આવ્યા છે. અને તેની સામે પોલીસે કુલ રૂ. 15.69 કરોડનો દંડ વસૂલ્યો છે. વર્ષ 2022માં 40,288 કેસો કરાયા હતા અને વર્ષ 2023માં 34,693 કેસો કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, આ રોડ પર રાત્રીના સમયે યુવાનો 90, 100 કે તેથી વધુની સ્પીડે વાહન હંકારતા નજરે આવી રહ્યા છે. કેટલીક વાર તો આ 150ની સ્પીડે પણ વાહન ચલાવતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે.

Ahmedabad:સૂર્યાસ્ત બાદ સિંધુભવન, SGહાઈવે પર લકઝયુરિયસ કારની એવરેજ સ્પીડ એકધારી 100ને પાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ગત એપ્રિલ મહિનામાં જ ઓવરસ્પીડિંગના કુલ 9,804 કેસ, 2.12 કરોડનો દંડ ફટાકારાયો
  • સ્પીડગનમાં સાંજના છ વાગ્યા પછી વિઝન રહેતું ન હોવાથી કારનો નંબર દેખાતો નથી
  • ટેક્નોસેવીના દાવા પોકળ : મોટા ભાગના મેમો સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં જ ઇશ્યૂ થાય છે

અમદાવાદ સહિત રાજ્યમાં ઓવરસ્પીડિંગથી વારંવાર અકસ્માત સર્જાતા હોવા છતાં કેટલાક નબીરાઓ ઓવરસ્પીડમાં લક્ઝયુરિયસ કાર હંકારી રહ્યા છે. ઈસ્કોન બ્રિજ પર બનેલા તથ્યકાંડમાં બોધપાઠ લેવાના બદલે નબીરાઓમાં હજુ ફૂલ સ્પીડમાં કાર ચલાવવાનો ક્રેઝ સતત વધી જ રહ્યો છે. શહેરમાં ઓવરસ્પીડિંગ માટેના હોટસ્પોટ તરીકે સિંધુભવન રોડ, સીજી રોડ, રિંગ રોડ, આઇઆઇએમ રોડ, એસજી હાઇવેનો સમાવેશ થાય છે. આ સ્થળે પર મોડી રાતના યુવાનો સરેરાશ 100-120 કે તેથી વધુની સ્પીડે કાર હંકારી સ્ટંટ કરે છે અને નાગરિકોના જીવ જોખમમાં મૂકે છે. એડવાન્સ ટેક્નોસેવીના દાવા કરતું તંત્ર લક્ઝયુરિયસ કાર ચલાવતા નબીરાઓની સ્પીડ ઘટાડવામાં સદંતર નિષ્ફળ નીવડયું છે, તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, સાંજના છ વાગ્યા પછી સ્પીડ માપવાનું સાધન સ્પીડગનમાં વિઝન રહેતું નથી. આથી કારનો નંબર જોઈ શકાતો નથી. જેનો કેટલાક નબીરાઓ ગેરફાયદો ઉઠાવી 100થી વધુની સ્પીડમાં કાર હંકારે છે. ટ્રાફિક પોલીસના આંકડા મુજબ, શહેરમાં ગત એપ્રિલ માસમાં જ ઓવરસ્પીડિંગના કુલ 9,804 કેસ નોંધી રૂ. 2.12 કરોડનો દંડ ફ્ટકારાયો છે.

અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક પોલીસે ઓવર સ્પીડિંગના 74,981 કેસ કર્યા

અમદાવાદઃ શહેરમાં રાત્રીના સમયે ઓવરસ્પીડિંગ અને સ્ટંટબાજો માટે જાણીતા એવા એસજી હાઇવે, યુનિવર્સિટી રોડ, આઇઆઇએમ રોડ, રિંગરોડ સહિત પાંચ જેટલા હોટસ્પોટ બન્યા છે. છેલ્લા બે વર્ષમાં ઓવર સ્પીડિંગના કુલ 74,981 કેસો કરવામાં આવ્યા છે. અને તેની સામે પોલીસે કુલ રૂ. 15.69 કરોડનો દંડ વસૂલ્યો છે. વર્ષ 2022માં 40,288 કેસો કરાયા હતા અને વર્ષ 2023માં 34,693 કેસો કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, આ રોડ પર રાત્રીના સમયે યુવાનો 90, 100 કે તેથી વધુની સ્પીડે વાહન હંકારતા નજરે આવી રહ્યા છે. કેટલીક વાર તો આ 150ની સ્પીડે પણ વાહન ચલાવતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે.