Ahmedabad:સલામત ગુજરાતમાં ટુવ્હીલર પરની મુસાફરી વધુ અસલામતઃ3,754 લોકોએ જીવ ગુમાવ્યો

Sep 3, 2025 - 06:00
Ahmedabad:સલામત ગુજરાતમાં ટુવ્હીલર પરની મુસાફરી વધુ અસલામતઃ3,754 લોકોએ જીવ ગુમાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સલામત ગુજરાતમાં ટુવ્હીલર પરની મુસાફરી વધુ અસલામત હોવાનું રોડ અકસ્માતમાં થયેલા મોતના આંકડા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. આ આંકડાઓ પરથી ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ-રોંગ સાઈડ મુદ્દે પોલીસને કડકાઈ દાખવવા સૂચના આપ્યાનું જોવા મળી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના 2022ના રોડ અકસ્માતના આંકડા જોતા રાજયમાં 1007 મહિલા સહિત કુલ 7634ના લોકોના મોત થયા હતા. જેમાં 50 ટકાથી વધુ એટલે 3754 લોકો ટુવ્હીલર પર મુસાફરી દરમિયાન મોતને ભેટયા હતા. અકસ્માતના મોતના આંકડામાં રાજ્યના રસ્તાઓ પર પગપાળા પસાર થનાર 1365 લોકોએ પણ જીવ ગૂમાવવાનો વારો આવ્યો હતો.

રાજયમાં અકસ્માતના બનાવો વધતા લોકોના મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ખાસ કરીને ઓવરસ્પીડને કારણે અકસ્માત વધતા હોવાનું તારણ નિકળ્યા બાદ રાજ્ય સરકારે સ્પીડ બ્રેકર ઉપરાંત સ્પીડોમીટર મુકીને ઓવરસ્પીડમાં જતા વાહનચાલકોને દંડ કરવાની કાર્યવાહી કેટલાક શહેર અને નેશનલ હાઈવે પર શરૂ કરી છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના 2022ના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 7634 લોકોના મોતને ભેટયા હતા. આ આંકડા મુજબ સૌથી વધુ મોત બાઈક કે અન્ય ટુવ્હીલર પર મુસાફરી કરનાર 3754 લોકો મોતને ભેટયા જેમાં 446 મહિલાઓનો સમાવેશ થાય છે. આ સીવાયર કારમાં મુસાફરી કરનાર 1236, પગપાળા જતા 1365 લોકો, ઓટો, થ્રીવ્હીલર કે પેસેન્જર કેરીયર્સમાં મુસાફરી કરનાર 784 લોકો મોતને ભેટયા હતા. આમ, બાઈક, કાર, ઓટો, થ્રીવ્હીલર અને પેસેન્જર કેરીયરમાં મુસાફરી કરનાર લોકોના મોતનો આંકડો વધુ જોવા મળે છે. માર્ગ અકસ્માતના મોટાભાગના બનાવો વહેલી પરોઢે કે રાત્રીના સમયે બનતા જોવા મળે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0