Ahmedabad:રિક્ષાચાલકના સ્વાંગમાં લૂંટારૂ:લાંભાના યુવકને હોટેલના રૂમમાં લઈ જઈ છરી બતાવી લૂંટી લીધો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લાંભામાં રહેતા યુવકને રિક્ષાચાલકે રિક્ષામાં બેસાડીને એક હોટલમાં કલરકામ કરાવવાનું છે કહીને જશોદાનગર પાસે હોટલના રૂમમાં લઇ જઇને છરી બતાવીને રૂ. 9100 લૂંટી લીધા હતા. જેમાં યુવક મણિનગર ક્રોસિંગ પાસે રિક્ષાની રાહ જોઇને ઉભો હતો તે સમયે રિક્ષાચાલક આવ્યો હતો. આ અંગે યુવકે રિક્ષાચાલક સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
લાંભામાં રહેતો સત્યેન્દ્રસિંઘ બધેલ કલરકામ કરે છે. ગત 30 નવેમ્બરે સાંજે તેઓ મણિનગર ક્રોસિંગ પાસે ઉભો હતો તે સમયે રિક્ષાચાલકે તેને ક્યાં જવુ છે પૂછતા સીટીએમ જવાનું કહેતા રિક્ષાચાલકે તેને રૂ. 20 ભાડુ કહીને રિક્ષામાં બેસાડયો હતો. બાદમાં રિક્ષાચાલકે સત્યેન્દ્રસિંઘને તમે શુ કામ કરો છો પૂછતા કલરકામનું કહેતા એક હોટલમાં કલરનું કામ કરવાનું છે તો તમને બતાવું છું કહેતા યુવકે હા પાડી હતી. જેથી રિક્ષાચાલક સત્યેન્દ્રસિંઘને જશોદાનગર પાસે આવેલ ન્યૂ રાજ નામની હોટલમાં લઇ ગયો હતો. ત્યાં એક રૂમમાં લઇ ગયો અને છરી કાઢીને પેટ પર રાખીને તારી પાસે જે હોય તે આપી દે નહિ તો છરી મારી દઇશ કહેતા યુવકે ગભરાઇને રોકડા રૂ. 7400 આપી દીધા હતા. બાદમાં રિક્ષાચાલકે મોબાઇલમાંથી રૂ. 1700 ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ધમકી આપીને રિક્ષાચાલક ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગે સત્યેન્દ્રસિંઘે રિક્ષાચાલક સામે વટવા જીઆઇડીસીપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

