Ahmedabadમાં રોગચાળાનો કાળો કહેર, સોલા સિવિલમાં OPD 1100ને પાર, દવાઓની માંગમાં થયો 15થી 20%નો ઉછાળો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાનમાં આવી રહેલા બદલાવ અને વાતાવરણમાં સતત ભેજને કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. બદલાતા હવામાનની સીધી અસર જનઆરોગ્ય પર પડી રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દૈનિક ઓપીડી (OPD)નો આંકડો 1100ને પાર પહોંચી ગયો છે, જેમાં મોટાભાગના દર્દીઓ તાવ, શરદી, ખાંસી અને શારીરિક નબળાઈની તકલીફો સાથે સારવાર માટે આવી રહ્યા છે.
ડેન્ગ્યુ, વાયરલ અને શરદી-ખાંસીની દવામાં 15% થી 20%નો મોટો ઉછાળો
રોગચાળો વ્યાપક બનતાં જ દવાઓની માંગમાં રોકેટ ગતિએ વધારો થયો છે. ખાસ કરીને ડેન્ગ્યુ, વાયરલ ફીવર, શરદી અને ઉધરસની દવાઓની ખપતમાં 15% થી 20% સુધીનો સીધો વધારો નોંધાયો છે. સરકારી હોસ્પિટલોની સાથે-સાથે ખાનગી મેડિકલ સ્ટોર્સ પર પણ પેરાસિટામોલ, એન્ટિબાયોટિક્સ, કફ સિરપ અને મલ્ટીવિટામિન્સની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
દર્દીઓની ભીડ વધતાં સરકારી હોસ્પિટલમાં દવાનો વધારાનો જથ્થો મંગાવાયો
સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધતાં જ તબીબી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને દવાની અછત ન સર્જાય તે માટે અગાઉથી જ દવાનો વધારાનો જથ્થો મંગાવી લેવામાં આવ્યો છે. ડેન્ગ્યુ અને વાયરલના કેસોમાં સતત વધારો થતાં તકેદારીના ભાગરૂપે તમામ જરૂરી ઇન્જેક્શન અને દવાઓનો સ્ટોક મંજૂર કરી દેવાયો છે. ડોક્ટરોએ લોકોને સ્વચ્છતા રાખવા, ઉકાળેલું પાણી પીવા અને મચ્છરજન્ય પરિસ્થિતિથી બચવા માટે ખાસ અપીલ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad News : માણેકબાગ ચાર રસ્તા પર અચાનક એવું તે શું થયું કે આખો રોડ રાતોરાત બંધ કરવો પડ્યો?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

