Ahmedabadમાં માતાએ પુત્ર સાથે નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, નિકોલની હતી પરિણીતા

Feb 9, 2025 - 10:00
Ahmedabadમાં માતાએ પુત્ર સાથે નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, નિકોલની હતી પરિણીતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના રીવરફ્રન્ટમાં નિકોલની પરિણીતાએ પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે,આપઘાત પાછળનું કારણ અકબંધ છે અને સાબરમતી વેસ્ટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે અને નદીમાંથી ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢયો છે,પોલીસે માતા વિરુદ્ધ પુત્રની હત્યાનો ગુનો પણ નોંધ્યો છે.

અમદાવાદમાં માતાએ પુત્ર સાથે નદીમાં ઝંપલાવ્યું

આપઘાત કરીને જીવન ટૂંકાવો એ નાસીપાતની નિશાની છે,ત્યારે અમદાવાદના નિકોલની મહિલાએ તેના 3 વર્ષના પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે,પુત્રને દુપટ્ટા સાથે બાંધીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે,ત્યારે પોલીસે આ મામલે તપાસ કરી છે અને પરિવારના સભ્યોના નિવેદન પણ લીધા છે,આપઘાત કેમ કર્યો તેની પાછળનું કારણ અકબંધ છે બીજી તરફ મૃતક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી નથી આવી પોલીસનું અનુમાન છે કે પારિવારીક સમસ્યાઓના કારણે આપઘાત કર્યો હોઈ શકે છે.

3 વર્ષના પુત્રને દુપટ્ટા સાથે બાંધી કરી આત્મહત્યા

નિકોલની પરિણીતાએ પુત્ર સાથે આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે,ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી છે,હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામા આવશે,આપઘાત કરવાને લઈ પરિવારના સભ્યો પણ પોલીસને કંઈ કહેવા તૈયાર નથી જેને લઈ પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે.

આપઘાતના છે આ કારણો

ભારતમાં છેલ્લા 6વ ર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા. સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે તેમજ ભારતમાં આપઘાત કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મિનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિકસમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0