Ahmedabadમાં ગેરકાયદે વિદેશીઓ સામે ક્રાઈમ બ્રાંચની લાલ આંખ: 100થી વધુ શકમંદોની તપાસમાં 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

Nov 2, 2026 - 17:30
Ahmedabadમાં ગેરકાયદે વિદેશીઓ સામે ક્રાઈમ બ્રાંચની લાલ આંખ: 100થી વધુ શકમંદોની તપાસમાં 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને અંદાજે 100 જેટલા શકમંદોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી. આ ડ્રાઈવના અંતે કાયદેસરના દસ્તાવેજો વગર રહેતા કુલ 61 બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

કયા વિસ્તારોમાંથી કેટલા નાગરિકો ઝડપાયા?

ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ એસીપીના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવ દરમિયાન પકડાયેલા 61 બાંગ્લાદેશીઓમાં 40 મહિલાઓ, 16 પુરુષો અને 5 બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ વિદેશી નાગરિકો મુખ્યત્વે શહેરના દાણીલીમડા, નારોલ, ઓઢવ તેમજ નિકોલના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આમાંથી અમુક મહિલાઓ સ્પા (Spa) ના વ્યવસાય સાથે સંકળાયેલી હતી અને અલગ-અલગ સમયે ભારતમાં પ્રવેશ કર્યો હતો.

એજન્ટો અને બોગસ દસ્તાવેજો અંગે તપાસ ચાલુ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હાલમાં આ નાગરિકોને ભારતમાં લાવનાર મુખ્ય એજન્ટ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. તેમજ, અત્યાર સુધીની તપાસમાં તેમની પાસેથી કોઈ બોગસ ભારતીય દસ્તાવેજો (જેવા કે આધાર કાર્ડ કે અન્ય ઓળખપત્રો) મળી આવ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0