Ahmedabadમાં EDના દરોડા, કંપનીની 19.37 કરોડની મિલકતો કરી જપ્ત

અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા છે અને શહેરની મેસર્સ હેલીઓસ ટ્યુબેલોયસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં EDએ કાર્યવાહી શરૂ કરી છે. હેલીઓસ ટ્યુબેલોયસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની રાજુલા અને અમદાવાદમાં આવેલી મિલકત ED દ્વારા જપ્ત કરવામાં આવી છે.બેન્ક લોન ન ચુકવતા વર્ષ 2020માં નોંધાઈ હતી ફરિયાદ ED દ્વારા કંપનીની કુલ 19.37 કરોડની મિલકત જપ્ત કરી લીધી છે અને EDએ PMLA એક્ટ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી છે. બેન્ક પાસેથી લોન લઈને ચુકવણી ન કરતા વર્ષ 2020માં કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે EDએ કંપની સામે જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે અને હવે કંપનીની મિલકતો જપ્ત કરીને પૈસાની વસૂલી કરવામાં આવી રહી છે. અમદાવાદ GST વિભાગના નડિયાદમાં દરોડા ત્યારે બીજી તરફ અમદાવાદ GST વિભાગે નડિયાદમાં દરોડા પાડ્યા છે અને પૂર્વ પાલિકા પ્રમુખના ધ ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ સહિત અન્ય પાર્ટી પ્લોટમાં GST વિભાગે સર્વે હાથ ધર્યોછે. નડિયાદના ધ ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ અને સંગાથ પાર્ટી પ્લોટમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. તાજેતરમાં આણંદમાં થયેલા સર્વે બાદ હવે નડિયાદમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે લગ્નસરાની સિઝન દરમિયાન પાર્ટી પ્લોટમાં જીએસટીનો સર્વે થતાં ઘણી મોટી જીએસટીની ચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે દરોડાના પગલે તમામ પાર્ટી પ્લોટના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે GST વિભાગની ટીમનો સર્વે પૂર્ણ થયા બાદ ચોંકાવનારી વિગત બહાર આવશે અને ત્યારબાદ પાર્ટી પ્લોટ માલિકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

Ahmedabadમાં EDના દરોડા, કંપનીની 19.37 કરોડની મિલકતો કરી જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા છે અને શહેરની મેસર્સ હેલીઓસ ટ્યુબેલોયસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં EDએ કાર્યવાહી શરૂ કરી છે. હેલીઓસ ટ્યુબેલોયસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની રાજુલા અને અમદાવાદમાં આવેલી મિલકત ED દ્વારા જપ્ત કરવામાં આવી છે.

બેન્ક લોન ન ચુકવતા વર્ષ 2020માં નોંધાઈ હતી ફરિયાદ

ED દ્વારા કંપનીની કુલ 19.37 કરોડની મિલકત જપ્ત કરી લીધી છે અને EDએ PMLA એક્ટ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી છે. બેન્ક પાસેથી લોન લઈને ચુકવણી ન કરતા વર્ષ 2020માં કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે EDએ કંપની સામે જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે અને હવે કંપનીની મિલકતો જપ્ત કરીને પૈસાની વસૂલી કરવામાં આવી રહી છે.

અમદાવાદ GST વિભાગના નડિયાદમાં દરોડા

ત્યારે બીજી તરફ અમદાવાદ GST વિભાગે નડિયાદમાં દરોડા પાડ્યા છે અને પૂર્વ પાલિકા પ્રમુખના ધ ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ સહિત અન્ય પાર્ટી પ્લોટમાં GST વિભાગે સર્વે હાથ ધર્યોછે. નડિયાદના ધ ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ અને સંગાથ પાર્ટી પ્લોટમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. તાજેતરમાં આણંદમાં થયેલા સર્વે બાદ હવે નડિયાદમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે લગ્નસરાની સિઝન દરમિયાન પાર્ટી પ્લોટમાં જીએસટીનો સર્વે થતાં ઘણી મોટી જીએસટીની ચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે દરોડાના પગલે તમામ પાર્ટી પ્લોટના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે GST વિભાગની ટીમનો સર્વે પૂર્ણ થયા બાદ ચોંકાવનારી વિગત બહાર આવશે અને ત્યારબાદ પાર્ટી પ્લોટ માલિકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.