Ahmedabadમાં DEV ગ્રુપ પર ત્રીજા દિવસે ITના દરોડા, રોકડ અને દાગીના જપ્ત

રાજ્યમાં દેવ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી યથાવત રહી છે જેમાં અમદાવાદમાં ત્રીજા દિવસે દેવ ગ્રુપની ઓફિસે દરોડા આઈટી વિભાગે પાડયા છે જેમાં અંદાજે 200 કરોડથી વધુની રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે,સોલ્ટ ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે ITના દરોડા પડયા છે.અમદાવાદની ઓફિસે 30 અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં દરોડામાં મોટાપાયે કરચોરી પકડાવવાની શક્યતા છે.રાજકોટ, અમદાવાદ, જામનગર, ગાંધીધામમાં તપાસ કરાઈ રહી છે.ઇન્કમટેક્સ વિભાગનું જામનગરના દેવ ગ્રુપ પર મેગા ઓપરેશન ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન દેવ ગ્રુપ પર યથાવત રહ્યું છે,જેમાં કરોડો રૂપિયાના હિસાબના ગોટાળા સામે આવ્યા છે,કર ચોરી કરી હોવાની વાત પણ સામે આવી છે.સોલ્ટને લઈ મોટો ધંધો દેવ ગ્રુપ કરી રહ્યું છે,દેશભરના મીઠાના વ્યવસાયમાં દેવ ગ્રુપનો મોટો રોલ છે અને કંપનીએ સરકારની કર ચોરી કરી હોવાની વાત સામે આવી છે,ત્યારે આજે વહેલી સવારથી અધિકારીઓ સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે આઈટીને એવી પણ શકયતાઓ દેખાઈ રહી છે કે કંપનીએ લાંબા સમયથી ટેકસને લઈ કૌંભાડ આચર્યુ છે. મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલું ગ્રુપ દેવ સોલ્ટ પ્રાઇવેટ લી. 30 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલાં છે. દેવ ગ્રપ ઉપરાંત મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે. એન્ટરપ્રાઇઝ, તથા અરહિંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાકટના ધંધા સાથે સંકળાયેલા દેવેન્દ્ર ઝાલા તેમ જ વિમલ કિર્તીભાઇ કામદાર, વિવેક સોમાણી તેમ જ રૂપલ કિરણ વ્યાસને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર, મોરબી, માળિયા અને અમદાવાદમાં રાજપથ કલબ પાછળ આવેલા દેવ હાઉસ, આરોહી કલબ, ઘુમા નજીક તેમ જ શાંતિગ્રામ સ્થિત નોર્થ પાર્ક વિલા સહિત 15 સ્થળોએ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  

Ahmedabadમાં DEV ગ્રુપ પર ત્રીજા દિવસે ITના દરોડા, રોકડ અને દાગીના જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં દેવ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી યથાવત રહી છે જેમાં અમદાવાદમાં ત્રીજા દિવસે દેવ ગ્રુપની ઓફિસે દરોડા આઈટી વિભાગે પાડયા છે જેમાં અંદાજે 200 કરોડથી વધુની રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે,સોલ્ટ ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે ITના દરોડા પડયા છે.અમદાવાદની ઓફિસે 30 અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં દરોડામાં મોટાપાયે કરચોરી પકડાવવાની શક્યતા છે.રાજકોટ, અમદાવાદ, જામનગર, ગાંધીધામમાં તપાસ કરાઈ રહી છે.

ઇન્કમટેક્સ વિભાગનું જામનગરના દેવ ગ્રુપ પર મેગા ઓપરેશન

ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન દેવ ગ્રુપ પર યથાવત રહ્યું છે,જેમાં કરોડો રૂપિયાના હિસાબના ગોટાળા સામે આવ્યા છે,કર ચોરી કરી હોવાની વાત પણ સામે આવી છે.સોલ્ટને લઈ મોટો ધંધો દેવ ગ્રુપ કરી રહ્યું છે,દેશભરના મીઠાના વ્યવસાયમાં દેવ ગ્રુપનો મોટો રોલ છે અને કંપનીએ સરકારની કર ચોરી કરી હોવાની વાત સામે આવી છે,ત્યારે આજે વહેલી સવારથી અધિકારીઓ સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે આઈટીને એવી પણ શકયતાઓ દેખાઈ રહી છે કે કંપનીએ લાંબા સમયથી ટેકસને લઈ કૌંભાડ આચર્યુ છે.

મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલું ગ્રુપ

દેવ સોલ્ટ પ્રાઇવેટ લી. 30 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલાં છે. દેવ ગ્રપ ઉપરાંત મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે. એન્ટરપ્રાઇઝ, તથા અરહિંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાકટના ધંધા સાથે સંકળાયેલા દેવેન્દ્ર ઝાલા તેમ જ વિમલ કિર્તીભાઇ કામદાર, વિવેક સોમાણી તેમ જ રૂપલ કિરણ વ્યાસને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર, મોરબી, માળિયા અને અમદાવાદમાં રાજપથ કલબ પાછળ આવેલા દેવ હાઉસ, આરોહી કલબ, ઘુમા નજીક તેમ જ શાંતિગ્રામ સ્થિત નોર્થ પાર્ક વિલા સહિત 15 સ્થળોએ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.