Ahmedabadની વસ્ત્રાપુર પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેેશના 250 સીસીટીવી તપાસી તસ્કરોને ઝડપ્યા
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસે બે પ્રવાસી ચોરની ધરપકડ કરી છે આ આરોપીઓએ વસ્ત્રાપુર વિસ્તારમાં બંધ મકાનને ટાર્ગેટ કરીને રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ચોરને પકડવા માટે વસ્ત્રાપુર પોલીસે એક બે નહીં પરંતુ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના 250 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ગુજરાતમાં ચોરી માટે આવતા વસ્ત્રાપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલો આરોપી સુનિલ ઉર્ફે અશોક ઉર્ફે આનંદ શર્મા તેમજ સની જૈન છે જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. આરોપી સુનીલ ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાથી ચોરી કરવા માટે અવારનવાર ગુજરાતમાં ચોરી કરવા આવતો હતો આરોપીએ થોડા સમય પહેલા જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં એક બંધ મકાનમાંથી રોકડ તેમજ દાગીનાની ચોરી કરી હતી.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ અલગ અલગ ટીમોએ આરોપીને પકડવા માટે અમદાવાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશના 250 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેના આધારે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓઓને મધ્યપ્રદેશમાંથી ઝડપી ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સોલા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયો છે ગુનો ઝડપાયેલ આરોપી સામે અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ તેની સામે મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં પણ અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે વસ્ત્રાપુર પોલીસ જ્યારે મધ્ય પ્રદેશ આરોપીને ઝડપ પર પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે મધ્યપ્રદેશ પોલીસ પણ આરોપીને શોધી રહી છે આરોપી અલગ અલગ ઘરમાંથી ફક્ત રોકડ અને સોનાના દાગીના જ ચોરી કરતો હતો વસ્ત્રાપુર વિસ્તારમાં જે મકાનમાં ચોરી થઈ હતી તે મકાનમાં બે કિલોથી વધુ ચાંદી પડી હોવા છતાં તેને ચોરી આરોપીએ નહોતી કરી જે બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ચાંદીનો વજન વધારે હોય તેમજ તેના વેચાણથી નાણાની ઉપજ પણ ઓછી થતી હોય તે ફક્ત સોનાના દાગીના તેમજ રોકડની જ ચોરી કરતો હતો આ સાથે જ આરોપી ચોરી કરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ના વાહનો નો ઉપયોગ કરી ગુજરાતમાં આવતો હતો જેના આધારે આરોપી સુધી પહોંચવામાં વસ્ત્રાપુર પોલીસને સફળતા મળી છે. પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા આરોપી સામે અમદાવાદ શહેરના અલગ અલગ બે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે આ સાથે જ આરોપીએ છેલ્લા બે મહિનામાં ગુજરાત યુનિવર્સિટી તેમજ વસ્ત્રાપુર વિસ્તારમાં અન્ય ચોરીને પણ અંજામ આપ્યો હોવાનું પોલીસ માની રહી છે. આરોપીની વધુ પૂછપરછ માટે વસ્ત્રાપુર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં વધુ ગુનાની કબુલાત પણ આરોપી કરે તેવું પોલીસ અધિકારી માની રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસે બે પ્રવાસી ચોરની ધરપકડ કરી છે આ આરોપીઓએ વસ્ત્રાપુર વિસ્તારમાં બંધ મકાનને ટાર્ગેટ કરીને રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ચોરને પકડવા માટે વસ્ત્રાપુર પોલીસે એક બે નહીં પરંતુ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના 250 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
ગુજરાતમાં ચોરી માટે આવતા
વસ્ત્રાપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલો આરોપી સુનિલ ઉર્ફે અશોક ઉર્ફે આનંદ શર્મા તેમજ સની જૈન છે જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. આરોપી સુનીલ ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાથી ચોરી કરવા માટે અવારનવાર ગુજરાતમાં ચોરી કરવા આવતો હતો આરોપીએ થોડા સમય પહેલા જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં એક બંધ મકાનમાંથી રોકડ તેમજ દાગીનાની ચોરી કરી હતી.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ અલગ અલગ ટીમોએ આરોપીને પકડવા માટે અમદાવાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશના 250 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેના આધારે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓઓને મધ્યપ્રદેશમાંથી ઝડપી ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સોલા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયો છે ગુનો
ઝડપાયેલ આરોપી સામે અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ તેની સામે મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં પણ અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે વસ્ત્રાપુર પોલીસ જ્યારે મધ્ય પ્રદેશ આરોપીને ઝડપ પર પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે મધ્યપ્રદેશ પોલીસ પણ આરોપીને શોધી રહી છે આરોપી અલગ અલગ ઘરમાંથી ફક્ત રોકડ અને સોનાના દાગીના જ ચોરી કરતો હતો વસ્ત્રાપુર વિસ્તારમાં જે મકાનમાં ચોરી થઈ હતી તે મકાનમાં બે કિલોથી વધુ ચાંદી પડી હોવા છતાં તેને ચોરી આરોપીએ નહોતી કરી જે બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ચાંદીનો વજન વધારે હોય તેમજ તેના વેચાણથી નાણાની ઉપજ પણ ઓછી થતી હોય તે ફક્ત સોનાના દાગીના તેમજ રોકડની જ ચોરી કરતો હતો આ સાથે જ આરોપી ચોરી કરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ના વાહનો નો ઉપયોગ કરી ગુજરાતમાં આવતો હતો જેના આધારે આરોપી સુધી પહોંચવામાં વસ્ત્રાપુર પોલીસને સફળતા મળી છે.
પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા
આરોપી સામે અમદાવાદ શહેરના અલગ અલગ બે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે આ સાથે જ આરોપીએ છેલ્લા બે મહિનામાં ગુજરાત યુનિવર્સિટી તેમજ વસ્ત્રાપુર વિસ્તારમાં અન્ય ચોરીને પણ અંજામ આપ્યો હોવાનું પોલીસ માની રહી છે. આરોપીની વધુ પૂછપરછ માટે વસ્ત્રાપુર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં વધુ ગુનાની કબુલાત પણ આરોપી કરે તેવું પોલીસ અધિકારી માની રહ્યા છે.