Ahmedabadની રિક્ષાઓમાં 1 જાન્યુઆરી 2025થી ફરજિયાત લાગશે મીટર, પોલીસ કમિશનરનું છે જાહેરનામું

અમદાવાદમાં 1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવાને લઈ અમદાવાદ શહર પોલિસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે,ત્યારે હવે બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાવવા માટે દોડધામ કરી રહ્યાં છે,અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષાચાલકોની લાઈન લાગી છે તો સવારે 7 વાગ્યાથી રિક્ષાચાલકો લાઈનમાં લાગ્યા છે.બજારમાં રૂ.1500 થી લઈ રૂ. 2500 સુધીના મળે છે મીટરો. CPના જાહેરનામા સામે રિક્ષાચાલકોએ ઠાલવ્યો રોષ આ સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો,રિક્ષા ચાલકનું કહેવું છે કે,ધંધા પડતા મૂકીને મીટર લગાવવા લાઈનમાં ઉભા રહેવું પડે છે બીજી તરફ પોલીસ ઓલા,ઉબેર,રેપિડોવાળા સામે કંઈ કરતા નથી તેવા આક્ષેપ રિક્ષાચાલકે કર્યા હતા, 1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર ફરજિયાત 1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર ફરજિયાત કરાયા છે ત્યારે મીટર નહીં હોય તો રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી થશે. ફરજિયાત મીટરના નિયમને રિક્ષાચાલકોએ આવકાર્યો છે. રિક્ષાચાલકોએ કહ્યું કે, 'આ નિયમથી મુસાફરો સાથે ઘર્ષણ કે વિવાદ નહીં થાય પરંતુ શટલ રિક્ષાચાલકોના ધંધાને માઠી અસર પડશે તેવી આશંકા છે'. તો મીટર લગાવવા માટે ગેરેજ સંચાલકો લૂંટ ચલાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રિક્ષામાં મીટર રહેશે ફરજિયાત રીક્ષા ચાલકો મીટર વગર જ ઉચ્ચક ભાડા સાથે મુસાફરોને સવારી કરાવતા હતા પરંતુ હવે તેની સામે પોલીસ દ્વારા 1 જાન્યુઆરી 2025 થી કાર્યવાહી થશે. તેથી દરેક રીક્ષા ચાલકે મીટર લગાવવું જ પડશે. બીજી તરફ શહેરમાં ફરતી કેટલી રીક્ષાઓમાં મીટર લગાવવામાં આવ્યું નથી તેના કોઈ ચોક્કસ આંકડા પણ આરટીઓ પાસે નથી. કારણ કે રીક્ષા જેવા વાહનોમાં દર વર્ષે આરટીઓ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. પરંતુ કેટલાક રીક્ષા ચાલકો ગેરરીતી કરે છે જેમાં જ્યારે ફિટનેસ કરવાની હોય ત્યારે મીટર લગાવી દેતા હોય છે અને ત્યારબાદ રિક્ષામાંથી મીટર હટાવી લે છે.

Ahmedabadની રિક્ષાઓમાં 1 જાન્યુઆરી 2025થી ફરજિયાત લાગશે મીટર, પોલીસ કમિશનરનું છે જાહેરનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં 1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવાને લઈ અમદાવાદ શહર પોલિસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે,ત્યારે હવે બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાવવા માટે દોડધામ કરી રહ્યાં છે,અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષાચાલકોની લાઈન લાગી છે તો સવારે 7 વાગ્યાથી રિક્ષાચાલકો લાઈનમાં લાગ્યા છે.બજારમાં રૂ.1500 થી લઈ રૂ. 2500 સુધીના મળે છે મીટરો.

CPના જાહેરનામા સામે રિક્ષાચાલકોએ ઠાલવ્યો રોષ

આ સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો,રિક્ષા ચાલકનું કહેવું છે કે,ધંધા પડતા મૂકીને મીટર લગાવવા લાઈનમાં ઉભા રહેવું પડે છે બીજી તરફ પોલીસ ઓલા,ઉબેર,રેપિડોવાળા સામે કંઈ કરતા નથી તેવા આક્ષેપ રિક્ષાચાલકે કર્યા હતા,

1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર ફરજિયાત

1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર ફરજિયાત કરાયા છે ત્યારે મીટર નહીં હોય તો રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી થશે. ફરજિયાત મીટરના નિયમને રિક્ષાચાલકોએ આવકાર્યો છે. રિક્ષાચાલકોએ કહ્યું કે, 'આ નિયમથી મુસાફરો સાથે ઘર્ષણ કે વિવાદ નહીં થાય પરંતુ શટલ રિક્ષાચાલકોના ધંધાને માઠી અસર પડશે તેવી આશંકા છે'. તો મીટર લગાવવા માટે ગેરેજ સંચાલકો લૂંટ ચલાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

રિક્ષામાં મીટર રહેશે ફરજિયાત

રીક્ષા ચાલકો મીટર વગર જ ઉચ્ચક ભાડા સાથે મુસાફરોને સવારી કરાવતા હતા પરંતુ હવે તેની સામે પોલીસ દ્વારા 1 જાન્યુઆરી 2025 થી કાર્યવાહી થશે. તેથી દરેક રીક્ષા ચાલકે મીટર લગાવવું જ પડશે. બીજી તરફ શહેરમાં ફરતી કેટલી રીક્ષાઓમાં મીટર લગાવવામાં આવ્યું નથી તેના કોઈ ચોક્કસ આંકડા પણ આરટીઓ પાસે નથી. કારણ કે રીક્ષા જેવા વાહનોમાં દર વર્ષે આરટીઓ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. પરંતુ કેટલાક રીક્ષા ચાલકો ગેરરીતી કરે છે જેમાં જ્યારે ફિટનેસ કરવાની હોય ત્યારે મીટર લગાવી દેતા હોય છે અને ત્યારબાદ રિક્ષામાંથી મીટર હટાવી લે છે.