Ahmedabadના વસ્ત્રાપુરમાં નબીરાએ ટ્રાફિક પોલીસની કેબિન ઉડાવી, પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વસ્ત્રાપુરમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળ્યો છે.જેમાં સંજીવની હોસ્પિટલ પાસે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે ઓવરસ્પીડમાં કારચાલકે અકસ્માત સર્જયો છે જેમાં વસ્ત્રાપુરમાં ટ્રાફિક પોલીસની કેબિન ઉડાડી દીધી છે તો કારચાલકની ગાડીના ફ્રંટ પાર્ટના રસ્તા પર કચ્ચરઘાણ વળી ગયા છે.પોલીસે કારચાલકની અટકાયત કરી તપાસ હાથધરી છે.
કારચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે પણ આરોપીની અટકાયત કરી દીધી છે અને તપાસ હાથધરી છે,પોલીસે આરોપીની પૂછપરછ પણ હાથધરી છે,નશો કર્યો છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.સંજીવની હોસ્પિટલ પાસેથી ફૂલ સ્પીડમાં આવતા કારચાલકે સ્ટેયરિંગ પર કાબુ ઘુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈને ટ્રાફિક પોલીસનું કેબિન પણ ઉડાડી દીધું છે ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે ભટકવાની સાથેજ ગાડીના ફ્રંટ પાર્ટ રસ્તા પર કચ્ચરઘાણ વળી ગયા છે.
ગઈકાલે નરોડામાં પણ થયો અકસ્માત
અમદાવાદના નરોડામાં કારચાલકની બેદરકારીથી બાઈક સવારનું મોત થયું હોવાની વાત સામે આવી હતી જેમાં કાર ચાલક અચાનક રોડની સાઈડમાં કાર ઉભી રાખીને દરવાજો ખોલે છે અને પાછળથી આવતા બાઈક સવાર દરવાજા સાથે અથડાતા તેઓ નીચે પડે છે અને નીચે પડતાની સાથે જ પાછળથી આવી રહેલું ડમ્પર યુવકો પર ફરી વળે છે જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થાય છે જયારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
What's Your Reaction?






