Ahmedabadના વટવામાં ત્રણ કરોડની કિંમતનો ગાંજો લાવનાર ખેપિયાની વાંચો Inside Story

વટવા ખાતે પકડાયેલ આશરે 12 કિલો ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની કિંમત સાડા ત્રણ કરોડ જેટલી થાય છે, જે ગુનાના આરોપીને કાગડાપીઠ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવવામાં આવે છે. આરોપીએ કહી સમગ્ર વાત અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, અધિક પોલીસ કમિશનર, સેક્ટર 02 જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની દ્વારા આ માતબર રકમના ગાંજા પ્રકરણમાં ઊંડાણપૂર્વક તપાસ કરી, ગુન્હાના મૂળ સુધી પહોંચવા માટે સૂચના કરવામાં આવેલ છે.અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા પકડાયેલ મોરબી ખાતે રહેતા આરોપી યોગેશ રતિલાલ દસાડીયા પટેલની પોલીસ રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરવામાં આવતા, આરોપી યોગેશ પોપટ બની ગયો હતો અને પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા. પત્ની સાથે આરોપીએ લીધા છે છૂટાછેડા આરોપી યોગેશ દસાડિયાની પૂછપરછ કરતા, પોતે નવેક મહિના પહેલા કણૉટકના હુબલી ખાતે સિરામિક કંપનીમાં કામ ઉપર લાગેલ હતો ત્યારે ત્યાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી નિધિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હોવાની તથા મોબાઈલ નંબરની આપલે કરવામાં આવેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. આરોપી અને નિધિ નામની યુવતી ત્યારબાદ સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોનથી સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન આરોપીને પોતાની પત્ની સાથે અણબનાવ થતા, તેની પત્ની પિયર ચાલી ગઈ હતી. પોતાની પત્ની વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ કરવામાં આવતા, વકીલની ફી ની પણ જરૂરિયાત ઉભી થઈ હતી, જે કેસ હાલમાં ચાલુ છે. ત્યારબાદ બેકાર રહેતા, ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા 30 ટકા વ્યાજે લેતા, 10 દિવસે ત્રણ હજાર વ્યાજના ચૂકવતો હતો. મોરબીમાં કરતો હતો સુપરવાઈઝરનું કામ મોરબી ખાતે ફરીથી સિરામિક લોડીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ત્રીસ હજારના પગારે નોકરી ઉપર લાગેલ હતો. પરંતુ, આર્થિક સ્થિતિ સુધરતી ના હતી. દરમિયાન નિધિનો ફોન આવેલ અને જણાવેલ કે, પોતે મુંબઈમાં રહેતી સાયલી નામની યુવતીના સંપર્કમાં આવેલ છે અને બેંગકોક થાઇલેન્ડ થી પાર્સલ લાવવાના સીતેર હજાર રૂપિયા મળતા હોવાની અને પોતે બે વખત બેંગકોક થાઇલેન્ડ જઈ આવેલ છે, જેના માટે પાસપોર્ટ જોઈએ. આરોપી યોગેશ દસાડિયા પાસે પાસપોર્ટ ના હોઈ, આ કામ માટે ઓક્ટોબર મહિનામાં પાસપોર્ટ લેવામાં આવેલ અને દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગુ પડતા, રાહ જોવાનું જણાવેલ હતું. ત્યારબાદ 12મી ડિસેમ્બરના રોજ નિધિનો ફોન આવેલ અને બેંગકોક જવાની વાત કરતા, પોતાની આર્થિક સ્થિતિ બગડેલ હોય, આરોપી યોગેશ દસાડિયા તૈયાર થઈ ગયો હતો. પોલીસની પૂછપરછમાં થયો મોટો ખુલાસો આરોપી યોગેશ દ્વારા પોલીસ સમક્ષની પૂછપરછમાં જણાવેલ કે, નિધિ નામની યુવતીએ કોલ્હાપુરના પ્રીતમ નામના યુવકને પણ મુંબઈ થી સાથે મોકલ્યો હતો. બેંગકોક ની ટિકિટ અને બેંગકોક પટાયા ખાતે હોટલમાં વ્યવસ્થા સાયલી નામની યુવતીએ કરેલ હતી. સાયલી પોતાને અને પ્રિતમને મુંબઈ એરપોર્ટ ઉપર મળવા આવેલ હતી અને 25000 થાઇલેન્ડનું ચલણ પણ આપેલ હતું. જે હોટલમાં રોકાશે ત્યાં કાઉન્ટર ઉપરથી બેગ મળી જશે, તેવું જણાવવામાં આવેલ હતું. આરોપી યોગેશ દસાડિયા અને પ્રીતમ બંને થાઇલેન્ડ બેંગકોક થી પતાયા હોટલ ખાતે જતા, તેઓને રૂમ આપવામાં આવેલ અને હોટલના કાઉન્ટર ઉપરથી એક યોગેશ દસાડિયાને અને એક પ્રીતેશને, એમ બે બેગ આપવામાં આવેલ હતી. આ બેગ લોક કરેલ હતી અને એ લોક ખોલવાના કોડની રીસીવરને જ ખબર હોય છે. આ બંને બેગ લઈને આરોપી યોગેશ અને પ્રીતમ મુંબઈ એરપોર્ટ ઉતરેલા અને ગેટ ન 04 ઉપરથી ચેકીંગ સ્ટાફની નજર ચૂકવીને બંને બેગ લઈને બહાર આવતા. મોરબીની બસમાં જવા માટે કરતો હતો તૌયારી બે વ્યક્તિઓએ પકડી લીધા અને એરપોર્ટ સામે આવેલ રેસ્ટોરન્ટમાં લઈ ગયેલા અને કોઈને બોલાવતા હોય, આ પોલીસ નહીં હોવાનું જણાતા, આરોપી યોગેશ દસાડિયા પોતાની બેગ લઈને ત્યાંથી ભાગી ગયેલ, પેલા બંને યુવકો પણ પાછળ જતા, પ્રીતમ પણ ત્યાંથી રેસ્ટોરન્ટ માં બેગ મૂકીને નાસી ગયેલ હતો. જે બાબતની જાણ આરોપી યોગેશ દ્વારા નિધિ ને કરતા, નિધિએ હવે બેગ સાયલીને આપવાની નથી, તું બેગ લઈને ગુજરાત નીકળી જા, આપણે માલ વહેંચી દેશું, તેવું જણાવતા, પોતે નાસિક ગયેલ અને ત્યાં હોટલમાં રોકાયેલ, નાસિકથી બે બેગો લઈને હોટલમાં બેંગકોકથી લાવેલ બેગ તોડી, તેમાંથી ગાંજાના પેકેટ કાઢી, નવી લીધેલ બેગમાં મૂકી, એક રાત રોકાઈ, ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવવા નીકળેલ અને અમદાવાદ જે જગ્યાએ પકડાયેલ ત્યાંથી મોરબીની બસમાં જવા માટે ઉભો હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. મુંબઈ ટીમ તપાસ માટે ગઈ અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનની એક પોલીસ ટીમ તાત્કાલિક આરોપીને સાથે લઈને મુંબઈ ખાતે તપાસમાં મોકલવામાં આવતા, મુંબઈ ખાતેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી મુંબઈ દ્વારા આરોપી પ્રીતમ પંડિતને આશરે 11.3 કિલોગ્રામ આશરે કિંમત રૂપિયા અગિયાર કરોડ સાથે પકડી પાડી, કાર્યવાહી કરેલ હોવાનું જાણવા મળેલ હતું. આમ, આરોપી યોગેશ દસાડિયા સાથે બેંગકોક ગયેલ કોલ્હાપુરના પ્રીતમ પંડિત નામનો આરોપી પણ મુંબઈ નાર્કોટિક્સ બ્યુરોના હાથે પકડાઈ ગયેલ હતો. આ ગુન્હામાં પણ નિધિ અને સાયલી નામની યુવતીઓને આરોપી તરીકે દર્શાવેલ હોય, જે બંને યુવતીઓ પોતાના ફોન બંધ કરીને નાસી ગયેલ છે, જેને પકડી પાડવા માટે અમદાવાદ શહેર પોલીસની ટીમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Ahmedabadના વટવામાં ત્રણ કરોડની કિંમતનો ગાંજો લાવનાર ખેપિયાની વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વટવા ખાતે પકડાયેલ આશરે 12 કિલો ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની કિંમત સાડા ત્રણ કરોડ જેટલી થાય છે, જે ગુનાના આરોપીને કાગડાપીઠ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવવામાં આવે છે.

આરોપીએ કહી સમગ્ર વાત

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, અધિક પોલીસ કમિશનર, સેક્ટર 02 જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની દ્વારા આ માતબર રકમના ગાંજા પ્રકરણમાં ઊંડાણપૂર્વક તપાસ કરી, ગુન્હાના મૂળ સુધી પહોંચવા માટે સૂચના કરવામાં આવેલ છે.અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા પકડાયેલ મોરબી ખાતે રહેતા આરોપી યોગેશ રતિલાલ દસાડીયા પટેલની પોલીસ રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરવામાં આવતા, આરોપી યોગેશ પોપટ બની ગયો હતો અને પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા.

પત્ની સાથે આરોપીએ લીધા છે છૂટાછેડા

આરોપી યોગેશ દસાડિયાની પૂછપરછ કરતા, પોતે નવેક મહિના પહેલા કણૉટકના હુબલી ખાતે સિરામિક કંપનીમાં કામ ઉપર લાગેલ હતો ત્યારે ત્યાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી નિધિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હોવાની તથા મોબાઈલ નંબરની આપલે કરવામાં આવેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. આરોપી અને નિધિ નામની યુવતી ત્યારબાદ સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોનથી સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન આરોપીને પોતાની પત્ની સાથે અણબનાવ થતા, તેની પત્ની પિયર ચાલી ગઈ હતી. પોતાની પત્ની વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ કરવામાં આવતા, વકીલની ફી ની પણ જરૂરિયાત ઉભી થઈ હતી, જે કેસ હાલમાં ચાલુ છે. ત્યારબાદ બેકાર રહેતા, ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા 30 ટકા વ્યાજે લેતા, 10 દિવસે ત્રણ હજાર વ્યાજના ચૂકવતો હતો.

મોરબીમાં કરતો હતો સુપરવાઈઝરનું કામ

મોરબી ખાતે ફરીથી સિરામિક લોડીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ત્રીસ હજારના પગારે નોકરી ઉપર લાગેલ હતો. પરંતુ, આર્થિક સ્થિતિ સુધરતી ના હતી. દરમિયાન નિધિનો ફોન આવેલ અને જણાવેલ કે, પોતે મુંબઈમાં રહેતી સાયલી નામની યુવતીના સંપર્કમાં આવેલ છે અને બેંગકોક થાઇલેન્ડ થી પાર્સલ લાવવાના સીતેર હજાર રૂપિયા મળતા હોવાની અને પોતે બે વખત બેંગકોક થાઇલેન્ડ જઈ આવેલ છે, જેના માટે પાસપોર્ટ જોઈએ. આરોપી યોગેશ દસાડિયા પાસે પાસપોર્ટ ના હોઈ, આ કામ માટે ઓક્ટોબર મહિનામાં પાસપોર્ટ લેવામાં આવેલ અને દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગુ પડતા, રાહ જોવાનું જણાવેલ હતું. ત્યારબાદ 12મી ડિસેમ્બરના રોજ નિધિનો ફોન આવેલ અને બેંગકોક જવાની વાત કરતા, પોતાની આર્થિક સ્થિતિ બગડેલ હોય, આરોપી યોગેશ દસાડિયા તૈયાર થઈ ગયો હતો.

પોલીસની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

આરોપી યોગેશ દ્વારા પોલીસ સમક્ષની પૂછપરછમાં જણાવેલ કે, નિધિ નામની યુવતીએ કોલ્હાપુરના પ્રીતમ નામના યુવકને પણ મુંબઈ થી સાથે મોકલ્યો હતો. બેંગકોક ની ટિકિટ અને બેંગકોક પટાયા ખાતે હોટલમાં વ્યવસ્થા સાયલી નામની યુવતીએ કરેલ હતી. સાયલી પોતાને અને પ્રિતમને મુંબઈ એરપોર્ટ ઉપર મળવા આવેલ હતી અને 25000 થાઇલેન્ડનું ચલણ પણ આપેલ હતું. જે હોટલમાં રોકાશે ત્યાં કાઉન્ટર ઉપરથી બેગ મળી જશે, તેવું જણાવવામાં આવેલ હતું. આરોપી યોગેશ દસાડિયા અને પ્રીતમ બંને થાઇલેન્ડ બેંગકોક થી પતાયા હોટલ ખાતે જતા, તેઓને રૂમ આપવામાં આવેલ અને હોટલના કાઉન્ટર ઉપરથી એક યોગેશ દસાડિયાને અને એક પ્રીતેશને, એમ બે બેગ આપવામાં આવેલ હતી. આ બેગ લોક કરેલ હતી અને એ લોક ખોલવાના કોડની રીસીવરને જ ખબર હોય છે. આ બંને બેગ લઈને આરોપી યોગેશ અને પ્રીતમ મુંબઈ એરપોર્ટ ઉતરેલા અને ગેટ ન 04 ઉપરથી ચેકીંગ સ્ટાફની નજર ચૂકવીને બંને બેગ લઈને બહાર આવતા.

મોરબીની બસમાં જવા માટે કરતો હતો તૌયારી

બે વ્યક્તિઓએ પકડી લીધા અને એરપોર્ટ સામે આવેલ રેસ્ટોરન્ટમાં લઈ ગયેલા અને કોઈને બોલાવતા હોય, આ પોલીસ નહીં હોવાનું જણાતા, આરોપી યોગેશ દસાડિયા પોતાની બેગ લઈને ત્યાંથી ભાગી ગયેલ, પેલા બંને યુવકો પણ પાછળ જતા, પ્રીતમ પણ ત્યાંથી રેસ્ટોરન્ટ માં બેગ મૂકીને નાસી ગયેલ હતો. જે બાબતની જાણ આરોપી યોગેશ દ્વારા નિધિ ને કરતા, નિધિએ હવે બેગ સાયલીને આપવાની નથી, તું બેગ લઈને ગુજરાત નીકળી જા, આપણે માલ વહેંચી દેશું, તેવું જણાવતા, પોતે નાસિક ગયેલ અને ત્યાં હોટલમાં રોકાયેલ, નાસિકથી બે બેગો લઈને હોટલમાં બેંગકોકથી લાવેલ બેગ તોડી, તેમાંથી ગાંજાના પેકેટ કાઢી, નવી લીધેલ બેગમાં મૂકી, એક રાત રોકાઈ, ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવવા નીકળેલ અને અમદાવાદ જે જગ્યાએ પકડાયેલ ત્યાંથી મોરબીની બસમાં જવા માટે ઉભો હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.

મુંબઈ ટીમ તપાસ માટે ગઈ

અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનની એક પોલીસ ટીમ તાત્કાલિક આરોપીને સાથે લઈને મુંબઈ ખાતે તપાસમાં મોકલવામાં આવતા, મુંબઈ ખાતેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી મુંબઈ દ્વારા આરોપી પ્રીતમ પંડિતને આશરે 11.3 કિલોગ્રામ આશરે કિંમત રૂપિયા અગિયાર કરોડ સાથે પકડી પાડી, કાર્યવાહી કરેલ હોવાનું જાણવા મળેલ હતું. આમ, આરોપી યોગેશ દસાડિયા સાથે બેંગકોક ગયેલ કોલ્હાપુરના પ્રીતમ પંડિત નામનો આરોપી પણ મુંબઈ નાર્કોટિક્સ બ્યુરોના હાથે પકડાઈ ગયેલ હતો. આ ગુન્હામાં પણ નિધિ અને સાયલી નામની યુવતીઓને આરોપી તરીકે દર્શાવેલ હોય, જે બંને યુવતીઓ પોતાના ફોન બંધ કરીને નાસી ગયેલ છે, જેને પકડી પાડવા માટે અમદાવાદ શહેર પોલીસની ટીમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.