Ahmedabadના વટવામાં ઓનલાઈન હથિયાર મંગાવી આરોપીએ કરી હત્યા, વાંચો Inside Exclusive Story
વટવા વિસ્તારમાં બીબી તળાવ ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષસમાં કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમ અહેમદ ખલીફા ઉંમર વર્ષ 35 રહે. શાહીન પાર્ક, વટવા, અમદાવાદની આરોપી મોહિદખાન પઠાણ દ્વારા હત્યા કરવામાં આવતા, મરણ જનાર વસીમ એહમદ અન્સારહુસેન ખલીફા ના ભાઈ મોહમ્મદ મોહસીન અન્સાર હુસેન ખલીફાએ વટવા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવતા, આ ગુનાની તપાસ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર. પી.બી.ઝાલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આરોપીની પોલીસે કરી ધરપકડ અમદાવાદ શહેર સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા ઝોન 06, ડીસીપી રવિ મોહન સૈની દ્વારા આ ગુનાની તપાસ ગંભીરતાથી કરવામાં આવે તેમજ આ ગુનાની તપાસમાં સાંયોગિક પુરાવા એકત્રિત કરી અને ગંભીરતાથી જીણવટ ભરી તપાસ કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી. ઉપરી અધિકારીઓની સૂચના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ઝાલા, ડી સ્ટાફના પીએસઆઇ એ.બી.ગંધા તથા હે .કો. યુવરાજસિંહ, અજયસિંહ, અનવરખાન, સહિતની પોલીસ ટીમ દ્વારા આ ગુનાની તપાસ હાથધરી, ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સોર્સ અને મળેલ બાતમી આધારે આરોપી મોહિદખાન પઠાણની ધરપકડ કરવામાં આવેલ હતી. ઓનલાઈન મંગાવ્યા હથિયાર આરોપી મોહિદખાન પઠાણની વટવા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમ્યાન ગુનામાં વાપરેલ અને કબ્જે કરવામાં આવેલ હથિયાર છરી, આરોપી મોહિનખાન પઠાણ દ્વારા ફ્લિપ કાર્ટ (flipkart) મારફતે ઓનલાઈન મંગાવેલ હોવાની કબૂલાત કરવામાં આવતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ગુનો કરવા વાપરેલ હથિયાર ઓનલાઇન મંગાવ્યા હોય, એવો આ કદાચ પહેલો કિસ્સો હશે.આરોપીની કબૂલાત આધારે આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મોબાઈલ ચેક કરતા, આરોપી દ્વારા ફ્લિપ કાર્ટ (flipkart) માં ઘણા મેસેજ કરી, ઓર્ડર આપેલાની તેમજ બીજા ઘણા ઓર્ડર કેન્સલ પણ કરાવેલાની વિગત મળી હતી. ફિલપકાર્ટમાંથી પણ મંગાવી ડિટેઈલ પોલીસ ટીમ દ્વારા આ બાબતે તપાસ દરમિયાન ફ્લિપ કાર્ટ (flipkart) પાસેથી વિગતો મંગાવવા તેમજ ડિલિવરી કરવા આવનાર માણસને શોધી, નિવેદનો લેવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આમ, પોતાના મોબાઈલ મારફતે flipkart માં ઓર્ડર આપી, હથિયાર મેળવી, ગુનો આચરવામાં આવેલ હોઈ, પોલીસ તપાસમાં આ અગત્યનો સાંયોગિક પુરાવો સાબિત થાય તેમ છે. આ ઉપરાંત, બનાવ સમયે મળેલ સીસીટીવી પણ કબ્જે લઈને એફ.એસ. એલ. માં તપાસણી માટે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. વાળ કાપવાના રૂપિયાને લઈ થઈ હતી બબાલ વટવા વિસ્તારમાં વાળ કાપવાના રૂપિયા આપવા જેવી સામાન્ય બાબતમાં બનેલ ખૂનના બનાવને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને જીણવટભરી તપાસ હાથ ધરી, ગુન્હો કરેલ આરોપી મોહિનખાન પઠાણ વિરુદ્ધ સાંયોગિક પુરાવાઓ મેળવી, કાયદાનો સકંજો કસવા માટે કસરત હાથ ધરી, વટવા પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વટવા વિસ્તારમાં બીબી તળાવ ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષસમાં કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમ અહેમદ ખલીફા ઉંમર વર્ષ 35 રહે. શાહીન પાર્ક, વટવા, અમદાવાદની આરોપી મોહિદખાન પઠાણ દ્વારા હત્યા કરવામાં આવતા, મરણ જનાર વસીમ એહમદ અન્સારહુસેન ખલીફા ના ભાઈ મોહમ્મદ મોહસીન અન્સાર હુસેન ખલીફાએ વટવા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવતા, આ ગુનાની તપાસ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર. પી.બી.ઝાલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ શહેર સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા ઝોન 06, ડીસીપી રવિ મોહન સૈની દ્વારા આ ગુનાની તપાસ ગંભીરતાથી કરવામાં આવે તેમજ આ ગુનાની તપાસમાં સાંયોગિક પુરાવા એકત્રિત કરી અને ગંભીરતાથી જીણવટ ભરી તપાસ કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી. ઉપરી અધિકારીઓની સૂચના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ઝાલા, ડી સ્ટાફના પીએસઆઇ એ.બી.ગંધા તથા હે .કો. યુવરાજસિંહ, અજયસિંહ, અનવરખાન, સહિતની પોલીસ ટીમ દ્વારા આ ગુનાની તપાસ હાથધરી, ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સોર્સ અને મળેલ બાતમી આધારે આરોપી મોહિદખાન પઠાણની ધરપકડ કરવામાં આવેલ હતી.
ઓનલાઈન મંગાવ્યા હથિયાર
આરોપી મોહિદખાન પઠાણની વટવા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમ્યાન ગુનામાં વાપરેલ અને કબ્જે કરવામાં આવેલ હથિયાર છરી, આરોપી મોહિનખાન પઠાણ દ્વારા ફ્લિપ કાર્ટ (flipkart) મારફતે ઓનલાઈન મંગાવેલ હોવાની કબૂલાત કરવામાં આવતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ગુનો કરવા વાપરેલ હથિયાર ઓનલાઇન મંગાવ્યા હોય, એવો આ કદાચ પહેલો કિસ્સો હશે.આરોપીની કબૂલાત આધારે આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મોબાઈલ ચેક કરતા, આરોપી દ્વારા ફ્લિપ કાર્ટ (flipkart) માં ઘણા મેસેજ કરી, ઓર્ડર આપેલાની તેમજ બીજા ઘણા ઓર્ડર કેન્સલ પણ કરાવેલાની વિગત મળી હતી.
ફિલપકાર્ટમાંથી પણ મંગાવી ડિટેઈલ
પોલીસ ટીમ દ્વારા આ બાબતે તપાસ દરમિયાન ફ્લિપ કાર્ટ (flipkart) પાસેથી વિગતો મંગાવવા તેમજ ડિલિવરી કરવા આવનાર માણસને શોધી, નિવેદનો લેવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આમ, પોતાના મોબાઈલ મારફતે flipkart માં ઓર્ડર આપી, હથિયાર મેળવી, ગુનો આચરવામાં આવેલ હોઈ, પોલીસ તપાસમાં આ અગત્યનો સાંયોગિક પુરાવો સાબિત થાય તેમ છે. આ ઉપરાંત, બનાવ સમયે મળેલ સીસીટીવી પણ કબ્જે લઈને એફ.એસ. એલ. માં તપાસણી માટે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
વાળ કાપવાના રૂપિયાને લઈ થઈ હતી બબાલ
વટવા વિસ્તારમાં વાળ કાપવાના રૂપિયા આપવા જેવી સામાન્ય બાબતમાં બનેલ ખૂનના બનાવને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને જીણવટભરી તપાસ હાથ ધરી, ગુન્હો કરેલ આરોપી મોહિનખાન પઠાણ વિરુદ્ધ સાંયોગિક પુરાવાઓ મેળવી, કાયદાનો સકંજો કસવા માટે કસરત હાથ ધરી, વટવા પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.