Ahmedabadના મિરાઝપુરમાં આવેલ કબાડી માર્કેટમાં લાગેલી આગને 100 ફાયર જવાનોએ લીધી કાબુમાં

અમદાવાદના મિરઝાપુરમાં આવેલ કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી,આ આગ ફટાકડના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે,ફાયર વિભાગની 21 ગાડીઓ અને 100 ફાયર જવાનોએ આગને કાબુમાં લીધી છે.રાત્રીનો સમય હોવાથી મોટી જાનહાની ટળી છે.આગ પ્રસરે વધુ તેના પહેલા ફાયર વિભાગને તેને કાબુમાં લીધી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મિરઝાપુરના કબાડી માર્કેટમાં ભીષણ આગ અમદાવાદના મિરઝાપુરમાં આવેલ કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની વાત સામે આવી હતી,રાત્રીના સમયે અચાનક આગ લાગી હતી અને ફટાકડાના કારણે આગ લાગી હોવાની વાત સામે આવી છે,આસપાસની દુકાનોને ભારે નુકસાન થયું છે,સાથે સાથે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો,મહત્વનું છે કે આગમાં કોઈ જાનહાનીના સમાચાર નથી તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. નિકોલના રહેણાંક મકાનમાં પણ લાગી હતી આગ નિકોલના રહેણાંક મકાનમાં મોડી રાત્રે ઘરમાં આગ લાગી હતી એક ટાવરના આઠમાં માળે આગ લાગી હોવાની વાત સામે આવી હતી,એસીમાં શોર્ટ સર્કીટ થયું હોવાના કારણે આ આગ લાગી હોવાની વાત સામે આવી હતી,જોકે આગને કાબુમાં લેવામાં આવી હતી અને કોઈ જાનહાનીના ,સમાચાર સામે આવ્યા નથી,ઘરમાંથી તમામ લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા. દિવાળી પર આગ લાગવાના કારણો શું છે? આ સમય દરમિયાન આગ લાગવાનું સૌથી મોટું કારણ ફટાકડા છે. કેટલાક ફટાકડા એવા હોય છે કે જેના તણખા હવામાં ઉડે છે અને કોઈના ઘરમાં ઘૂસીને વિનાશ સર્જે છે. ભલે તમે જાતે ફટાકડા સળગાવતા હોવ, થોડીક બેદરકારીથી આગ લાગી શકે છે અથવા આપણે બળી જઈ શકીએ છીએ. આ સિવાય જો આપણે ઘરમાં દીવા કે મીણબત્તીઓ સળગાવતી વખતે સાવધાની ન રાખીએ તો તે આગનું કારણ પણ બની શકે છે.  

Ahmedabadના મિરાઝપુરમાં આવેલ કબાડી માર્કેટમાં લાગેલી આગને 100 ફાયર જવાનોએ લીધી કાબુમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના મિરઝાપુરમાં આવેલ કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી,આ આગ ફટાકડના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે,ફાયર વિભાગની 21 ગાડીઓ અને 100 ફાયર જવાનોએ આગને કાબુમાં લીધી છે.રાત્રીનો સમય હોવાથી મોટી જાનહાની ટળી છે.આગ પ્રસરે વધુ તેના પહેલા ફાયર વિભાગને તેને કાબુમાં લીધી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મિરઝાપુરના કબાડી માર્કેટમાં ભીષણ આગ

અમદાવાદના મિરઝાપુરમાં આવેલ કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની વાત સામે આવી હતી,રાત્રીના સમયે અચાનક આગ લાગી હતી અને ફટાકડાના કારણે આગ લાગી હોવાની વાત સામે આવી છે,આસપાસની દુકાનોને ભારે નુકસાન થયું છે,સાથે સાથે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો,મહત્વનું છે કે આગમાં કોઈ જાનહાનીના સમાચાર નથી તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.


નિકોલના રહેણાંક મકાનમાં પણ લાગી હતી આગ

નિકોલના રહેણાંક મકાનમાં મોડી રાત્રે ઘરમાં આગ લાગી હતી એક ટાવરના આઠમાં માળે આગ લાગી હોવાની વાત સામે આવી હતી,એસીમાં શોર્ટ સર્કીટ થયું હોવાના કારણે આ આગ લાગી હોવાની વાત સામે આવી હતી,જોકે આગને કાબુમાં લેવામાં આવી હતી અને કોઈ જાનહાનીના ,સમાચાર સામે આવ્યા નથી,ઘરમાંથી તમામ લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

દિવાળી પર આગ લાગવાના કારણો શું છે?

આ સમય દરમિયાન આગ લાગવાનું સૌથી મોટું કારણ ફટાકડા છે. કેટલાક ફટાકડા એવા હોય છે કે જેના તણખા હવામાં ઉડે છે અને કોઈના ઘરમાં ઘૂસીને વિનાશ સર્જે છે. ભલે તમે જાતે ફટાકડા સળગાવતા હોવ, થોડીક બેદરકારીથી આગ લાગી શકે છે અથવા આપણે બળી જઈ શકીએ છીએ. આ સિવાય જો આપણે ઘરમાં દીવા કે મીણબત્તીઓ સળગાવતી વખતે સાવધાની ન રાખીએ તો તે આગનું કારણ પણ બની શકે છે.