'તિજોરી ખાલી'નું ગાણું ગાતી VMCને સિંચાઈ વિભાગે ફટકાર્યુ કરોડોનું પાણીનું બિલ

વર્ષ 1971માં વડોદરાને મહીસાગરમાંથી પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્યના સિંચાઈ વિભાગની પાનમ યોજના સાથે વડોદરા મનપાનો કરાર થયો હતો. જે રાજ્ય સરકારે 1998માં કરાર રદ કરી દીધો હતો.પાલિકાએ વારંવાર પાનમ યોજનામાં ભાગીદાર હોવાના પત્ર લખ્યા આ કરાર બાદ 2007થી કોર્પોરેશન દ્વારા બિલ કરતા વધુ પાણી ખેંચવામાં આવ્યું, ત્યારે ફરી સિંચાઈ વિભાગે ઉઘરાણી કરતા પાલિકાએ બેઠક કરી અને મધ્યસ્થી કરીને 16 કરોડ રૂપિયા ભર્યા છે અને પાલિકાએ વારંવાર પાનમ યોજનામાં ભાગીદાર હોવાના પત્ર લખ્યા છે, તેમ છતાં બાકીની રકમનો વિવાદ યથાવત રહ્યો છે. 4500 કરોડનું બિલ ફટકારી દેતા સરકાર સમક્ષ રજૂઆત થઈ ત્યારે હવે સિંચાઈ વિભાગે બાકીની રકમ, દંડ અને વ્યાજ મળી 4500 કરોડનું બિલ ફટકારી દેતા સરકાર સમક્ષ રજૂઆત થઈ હતી. જે બાદ પાલિકાએ હાલ 83 કરોડ ભરવાના આવે છે. તેમ છતાં કોર્પોરેશનના સત્તાધીશો હવે ફરી સરકાર સમક્ષ રજૂઆત કરી આટલી મોટી રકમ ચુકવવાની થતી હોય માફી માટે માગ કરશે. દર વર્ષે પાલિકાએ 60 કરોડ રૂપિયા સિંચાઈ વિભાગને ચૂકવવા પડે બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે પીવાનું પાણીએ નાગરિકોની મૂળભૂત ફરજ છે, જે સરકારે આપવાનું હોય અને પાલિકા સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, જેથી પાનમ યોજનામાં ભાગીદારી સરકાર રદ ન કરી શકે, તેથી પાલિકાએ તો કોઈ નાણાં ભરવા ના આવતા જ નથી. જો સરકાર હસ્તક્ષેપ કરીને આ દંડની રકમ માફ ન કરાવે તો હજુ પણ દર વર્ષે પાલિકાએ 60 કરોડ રૂપિયા સિંચાઈ વિભાગને ચૂકવવા પડે અને નાણાં માટે બોન્ડ બહાર પાડતી મનપાને દર વર્ષે બોન્ડ બહાર પાડવા પડે તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે.

'તિજોરી ખાલી'નું ગાણું ગાતી VMCને સિંચાઈ વિભાગે ફટકાર્યુ કરોડોનું પાણીનું બિલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્ષ 1971માં વડોદરાને મહીસાગરમાંથી પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્યના સિંચાઈ વિભાગની પાનમ યોજના સાથે વડોદરા મનપાનો કરાર થયો હતો. જે રાજ્ય સરકારે 1998માં કરાર રદ કરી દીધો હતો.

પાલિકાએ વારંવાર પાનમ યોજનામાં ભાગીદાર હોવાના પત્ર લખ્યા

આ કરાર બાદ 2007થી કોર્પોરેશન દ્વારા બિલ કરતા વધુ પાણી ખેંચવામાં આવ્યું, ત્યારે ફરી સિંચાઈ વિભાગે ઉઘરાણી કરતા પાલિકાએ બેઠક કરી અને મધ્યસ્થી કરીને 16 કરોડ રૂપિયા ભર્યા છે અને પાલિકાએ વારંવાર પાનમ યોજનામાં ભાગીદાર હોવાના પત્ર લખ્યા છે, તેમ છતાં બાકીની રકમનો વિવાદ યથાવત રહ્યો છે.

4500 કરોડનું બિલ ફટકારી દેતા સરકાર સમક્ષ રજૂઆત થઈ

ત્યારે હવે સિંચાઈ વિભાગે બાકીની રકમ, દંડ અને વ્યાજ મળી 4500 કરોડનું બિલ ફટકારી દેતા સરકાર સમક્ષ રજૂઆત થઈ હતી. જે બાદ પાલિકાએ હાલ 83 કરોડ ભરવાના આવે છે. તેમ છતાં કોર્પોરેશનના સત્તાધીશો હવે ફરી સરકાર સમક્ષ રજૂઆત કરી આટલી મોટી રકમ ચુકવવાની થતી હોય માફી માટે માગ કરશે.

દર વર્ષે પાલિકાએ 60 કરોડ રૂપિયા સિંચાઈ વિભાગને ચૂકવવા પડે

બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે પીવાનું પાણીએ નાગરિકોની મૂળભૂત ફરજ છે, જે સરકારે આપવાનું હોય અને પાલિકા સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, જેથી પાનમ યોજનામાં ભાગીદારી સરકાર રદ ન કરી શકે, તેથી પાલિકાએ તો કોઈ નાણાં ભરવા ના આવતા જ નથી. જો સરકાર હસ્તક્ષેપ કરીને આ દંડની રકમ માફ ન કરાવે તો હજુ પણ દર વર્ષે પાલિકાએ 60 કરોડ રૂપિયા સિંચાઈ વિભાગને ચૂકવવા પડે અને નાણાં માટે બોન્ડ બહાર પાડતી મનપાને દર વર્ષે બોન્ડ બહાર પાડવા પડે તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે.