જામનગરમાં રણુજાના મેળાના બે ધંધાર્થીઓ બખડ્યા , દંપતિ પર બે શખ્સોએ હુમલાની પોલીસ ફરિયાદ
image : FreepikJamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામ પાસે રણુજાના મેળામાં બે ધંધાર્થીઓ ઝઘડયા હતા, અને એક ધંધાર્થી પર અન્ય બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.જામનગર જિલ્લાના જામજોધપુરના વતની અને લાલપુર તાલુકાના રણુજા ગામમાં તેમજ જામજોધપુરમાં યોજાયેલા મેળામાં રાઈડમાં ભાગીદારીનો વ્યવસાય કરનારા ભાવેશ મગનભાઈ ચનીયારા નામના 40 વર્ષના વેપારીએ પોતાના ઉપર તેમજ પોતાની પત્ની પર હુમલો કરી પત્નીનો કુરતો ફાડી નાખવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ ભાગીદાર જામજોધપુરના વતની જયદીપ જમનભાઈ ખાંટ અને કાળુભાઈ જેઠવા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપીએ જામજોધપુરમાં તેમજ કાલાવડના રણુજા ગામમાં મેળામાં રાઈડ ચલાવીને ભાગીદારીમાં ધંધો કર્યો હતો, જેના પૈસાની લેતી દેતીના મામલે બંને વચ્ચે તકરાર થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Freepik
Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામ પાસે રણુજાના મેળામાં બે ધંધાર્થીઓ ઝઘડયા હતા, અને એક ધંધાર્થી પર અન્ય બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગર જિલ્લાના જામજોધપુરના વતની અને લાલપુર તાલુકાના રણુજા ગામમાં તેમજ જામજોધપુરમાં યોજાયેલા મેળામાં રાઈડમાં ભાગીદારીનો વ્યવસાય કરનારા ભાવેશ મગનભાઈ ચનીયારા નામના 40 વર્ષના વેપારીએ પોતાના ઉપર તેમજ પોતાની પત્ની પર હુમલો કરી પત્નીનો કુરતો ફાડી નાખવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ ભાગીદાર જામજોધપુરના વતની જયદીપ જમનભાઈ ખાંટ અને કાળુભાઈ જેઠવા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી અને આરોપીએ જામજોધપુરમાં તેમજ કાલાવડના રણુજા ગામમાં મેળામાં રાઈડ ચલાવીને ભાગીદારીમાં ધંધો કર્યો હતો, જેના પૈસાની લેતી દેતીના મામલે બંને વચ્ચે તકરાર થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.