પાંચમા નોરતે જંબુસર જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 15 વિદ્યાર્થીઓ ઘાયલ

Bus Accident Near Jambusar : ભરૂચના કારેલીથી વિદ્યાર્થીઓને જંબુસર લઈ જઈ રહેલી બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 15થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવા માટે જંબુસરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી. આ બસમાં મુસાફરો તથા વિદ્યાર્થીઓ પણ સવાર હતા. આ બસ અકસ્માતમાં 15થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. એસટી બસને અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ પણ વાંચો : નવરાત્રિમાં અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસનો ગોઝારો અકસ્માત, 4ના મોત, 25થી વધુ ઘાયલજો કે સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઘાયલ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ હૉસ્પિટલ પહોંચી ગઈ છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પાંચમા નોરતે જંબુસર જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 15 વિદ્યાર્થીઓ ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bus Accident Near Jambusar : ભરૂચના કારેલીથી વિદ્યાર્થીઓને જંબુસર લઈ જઈ રહેલી બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 15થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવા માટે જંબુસરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી. આ બસમાં મુસાફરો તથા વિદ્યાર્થીઓ પણ સવાર હતા. આ બસ અકસ્માતમાં 15થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. એસટી બસને અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : નવરાત્રિમાં અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસનો ગોઝારો અકસ્માત, 4ના મોત, 25થી વધુ ઘાયલ

જો કે સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઘાયલ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ હૉસ્પિટલ પહોંચી ગઈ છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.