Ahmedabadના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાશે, ટિકિટ ખરીદવા લોકો ઉમટયા

Feb 10, 2025 - 11:30
Ahmedabadના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાશે, ટિકિટ ખરીદવા લોકો ઉમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે,જેમાં લાંબા સમય બાદ અમદાવાદમાં યોજાશે વન ડે ઈન્ટરનેશનલ મેચ જેમા 12મી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ મેચ રમાવા જઈ રહી છે જેને લઈ ઓનલાઇન અને ઓફ્લાઈન ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે,500 થી લઇ 12,500 રૂપિયા સુધીની ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે,મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળ્યો ઉત્સાહ.

ઓફલાઈન મળી શકશે મેચની ટિકિટ

ભારત VS ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઇ ચુકી છે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઈ હકી. બીજી વન-ડે મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં યોજાઈ હતી હવે ત્રીજી વન-ડે મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાવાની છે. આ મેચને લઇને દર્શકોમાં ભારે ઉત્સુક્તા છે. સ્ટેડિયમમાંથી વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચેની મેચ જોવી એ એક અલગ જ અનુભવ છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી કે મેચની ટિકિટ કેવી રીતે મેળવવી?

બુક માય શો પરથી પણ મળી શકશે ટિકિટ

અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે. મેચની ટિકિટોનું વેચાણ 9 ફેબ્રુઆરી રવિવારથી શરૂઆત થઈ ગયું છે. સ્ટેડિયમ ખાતેથી પણ લોકો રૂ.1500થી લઈને 12,500 સુધીની ટિકિટ ખરીદી રહ્યા છે. મેચની ફિઝિકલ ટિકિટનું વેચાણ શરૂ થઇ ગયુ છે.ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ની ​​જાહેરાત પ્રમાણે, ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે મેચ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ 4 ફેબ્રુઆરી, મંગળવારના રોજ બપોરે 12 વાગ્યે BookMyShow એપ અથવા વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન મુજબ, મેચની ટિકિટ ઓનલાઈન ખરીદનારા ફેન્સના સરનામે ટિકિટ પહોંચાડવામાં આવશે.

સ્ટેડિયમ ખાતેથી લોકો ટિકિટ ખરીદી શકે છે

ફિઝિકલ ટિકિટ 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીની સવારે 10:00થી સાંજે 6:00 વાગ્યા સુધી સ્ટેડિયમ ખાતેથી લોકો ટિકિટ મેળવી શકશે,1 ફેબ્રુઆરી સુધી લોકો ટિકિટ મેળવી શકશે 12 ફેબ્રુઆરીના રોજ બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાવવાની છે. ક્રિકેટ મેચ જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. મેચની ટિકિટોનું ઓનલાઈન બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું હતું. રૂ. 500થી લઇને 12500 સુધીની ટિકિટો ઓનલાઈન વેચાઈ રહી છે. જે લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે, તેઓ પોતાની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ ખાતેથી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0