Ahmedabadના કાંકરિયા ઝૂમાં પ્રેમિકાને ખુશ કરવા યુવક વાઘના પાંજરા સુધી પહોંચ્યો
અમદાવાદના કાંકરિયા ઝૂમાં યુવકનું કારસ્તાન સામે આવ્યું છે,જેમાં પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા યુવક વાઘના પાંજરામાં સુધી ઘૂસ્યો હતો,ઝાડ પર ચડીને યુવક વાઘના પાંજરા સુધી પહોંચ્યો હતો અને યુવકનો પગ લપસતા યુવક માંડ-માંડ બચ્યો હતો,ઝૂ ના સ્ટાફે યુવકની ધોલ ધપાટ પણ જાહેરમાં કરી હતી તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝાડ પર ચડી પાંજરામાં ઘૂસવા પ્રયત્ન કર્યો યુવક રવિવારના દિવસે કાંકરિયા ઝૂમાં તેની પ્રેમિકા સાથે ફરવા આવ્યો હતો તે દરમિયાન પ્રેમિકાને ખુશ કરવા યુવક પહેલા વાઘના પાંજરા પાસે પહોંચે છે અને ત્યારબાદ તે ઝાડ સુધી પહોંચી જાય છે અને ઝાડ મારફતે વાઘ સુધી પહોંચાનો પ્રયત્ન કરે છે,આ દરમિયાન યુવકનો પગ લપસી જતા તે માંડ-માંડ બચે છે,ઘટનાની જાણ થતાની સાથે જે ઝૂનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જાય છે અને યુવકને બચાવી લે છે અને પોલીસને સોંપે છે,મણિનગર પોલીસે મૂળ યૂપીના અરૂણકુમાર પાસવાનની ધરપકડ કરી છે. વાઘની પજવણી કરવી યુવકને ભારે પડી યુવક પ્રેમિકાને ખુશ કરવા વાઘના પાંજરા સુધી જાય છે પરંતુ તેને નથી ખબર કે તે પોતે જ પાંજરામાં પૂરાઈ જશે,ત્યારે આ ઘટના બનતાની સાથે મણિનગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે,કયારેક પણ પોતાની જાતને નુકસાન થાય તેવા કામ કરવા જોઈએ નહી,કોઈને ખુશ કરવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે અને કયારેક આવી ખુશીમાં પરિવારના સભ્યનો એક માણસ કાયમ માટે દુનિયાને અલવિદા કહી દેતો હોય છે. લોકોએ યુવકને આપ્યો ઠપકો યુવક જોતજોતામાં વાઘના પાંજરા સુધી પહોંચી ગયો હતો અને ત્યાં આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા અને ત્યાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી વિગતો પ્રમાણે આ ઘટનાની સત્વરે મણિનગર પોલીસ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સ્ટાફને જાણ કરવામાં આવી અને યુવકને બહાર કઢાયો હતો. આવા લોકોને કાયદાનું ભાન કરાવવું ખુબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં બીજું કોઈ આવા અખતરા કરનો પ્રયત્ન કે વિચાર ના કરે.
![Ahmedabadના કાંકરિયા ઝૂમાં પ્રેમિકાને ખુશ કરવા યુવક વાઘના પાંજરા સુધી પહોંચ્યો](https://epapercdn.sandesh.com/images/2025/02/10/FnXhY0clsmFJnU0UWUgZTrpnGn9ltbfJ3eYq5tak.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના કાંકરિયા ઝૂમાં યુવકનું કારસ્તાન સામે આવ્યું છે,જેમાં પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા યુવક વાઘના પાંજરામાં સુધી ઘૂસ્યો હતો,ઝાડ પર ચડીને યુવક વાઘના પાંજરા સુધી પહોંચ્યો હતો અને યુવકનો પગ લપસતા યુવક માંડ-માંડ બચ્યો હતો,ઝૂ ના સ્ટાફે યુવકની ધોલ ધપાટ પણ જાહેરમાં કરી હતી તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઝાડ પર ચડી પાંજરામાં ઘૂસવા પ્રયત્ન કર્યો
યુવક રવિવારના દિવસે કાંકરિયા ઝૂમાં તેની પ્રેમિકા સાથે ફરવા આવ્યો હતો તે દરમિયાન પ્રેમિકાને ખુશ કરવા યુવક પહેલા વાઘના પાંજરા પાસે પહોંચે છે અને ત્યારબાદ તે ઝાડ સુધી પહોંચી જાય છે અને ઝાડ મારફતે વાઘ સુધી પહોંચાનો પ્રયત્ન કરે છે,આ દરમિયાન યુવકનો પગ લપસી જતા તે માંડ-માંડ બચે છે,ઘટનાની જાણ થતાની સાથે જે ઝૂનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જાય છે અને યુવકને બચાવી લે છે અને પોલીસને સોંપે છે,મણિનગર પોલીસે મૂળ યૂપીના અરૂણકુમાર પાસવાનની ધરપકડ કરી છે.
વાઘની પજવણી કરવી યુવકને ભારે પડી
યુવક પ્રેમિકાને ખુશ કરવા વાઘના પાંજરા સુધી જાય છે પરંતુ તેને નથી ખબર કે તે પોતે જ પાંજરામાં પૂરાઈ જશે,ત્યારે આ ઘટના બનતાની સાથે મણિનગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે,કયારેક પણ પોતાની જાતને નુકસાન થાય તેવા કામ કરવા જોઈએ નહી,કોઈને ખુશ કરવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે અને કયારેક આવી ખુશીમાં પરિવારના સભ્યનો એક માણસ કાયમ માટે દુનિયાને અલવિદા કહી દેતો હોય છે.
લોકોએ યુવકને આપ્યો ઠપકો
યુવક જોતજોતામાં વાઘના પાંજરા સુધી પહોંચી ગયો હતો અને ત્યાં આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા અને ત્યાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી વિગતો પ્રમાણે આ ઘટનાની સત્વરે મણિનગર પોલીસ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સ્ટાફને જાણ કરવામાં આવી અને યુવકને બહાર કઢાયો હતો. આવા લોકોને કાયદાનું ભાન કરાવવું ખુબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં બીજું કોઈ આવા અખતરા કરનો પ્રયત્ન કે વિચાર ના કરે.