Ahmedabad:અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલના કર્મીઓના પગારનો એક વર્ષનો ખર્ચ 109 કરોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ સિવિલ મેડિસિટીની સિવિલ હોસ્પિટલમાં એક જ વર્ષમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓના પગાર પાછળ 75.47 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, કર્મચારીઓ પૂરા પાડતી ખાનગી એજન્સીને એક વર્ષમાં સર્વિસ ચાર્જ પેટે 2.15 કરોડ ચુકવવામાં આવ્યા છે,
એ જ રીતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓના પાગર પેટે એક વર્ષમાં 33.60 કરોડ ખર્ચ કરાયો છે અને એજન્સીઓને સર્વિસ ચાર્જ પેટે 93.90 લાખ ચુકવવામાં આવ્યા છે. અમદાવાદ-સુરત સિવિલના આઉટ સોર્સિંગ કર્મચારીઓ પાછળ પગાર સહિત કુલ 109.07 કરોડ રૂપિયા થાય છે,રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.અસારવા સિવિલમાં વર્ષ 2024-45માં આઉટ સોર્સિંગથી વહીવટી વિભાગમાં વર્ગ-3માં 113 કર્મચારીઓ, વર્ગ-3ના પેરા મેડીકલના 490 અને વર્ગ-4ના 1605 તેમજ સિક્યોરિટી ગાર્ડ-સુપરવાઇઝરની સંખ્યા 523 બતાવવામાં આવી છે, તેમાં ફ્ક્ત પગાર પેટે વહીવટી વર્ગ-3ના કર્મીઓને 3.02 કરોડ, પેરા મેડીકલ વર્ગ-3ને 12.68 કરોડ, વર્ગ-4ના કર્મીઓને 33.92 કરોડ, સિક્યોરિટી ગાર્ડ અને સુપરવાઇઝરને 11.92 કરોડ રૂપિયા ચૂકવાયા છે, સાથે અન્ય ખર્ચ મળીને કુલ 75.47 કરોડ રૂપિયા ચૂકવાયા છે. એ જ રીતે સુરત સિવિલમાં પગાર પેટે કુલ 27.53 કરોડ અપાયા છે. સુરતમાં વર્ગ-3નનો વહીવટી સ્ટાફ 174, પર્ગ-3 પેરામેડીકલનો સ્ટાફ 220, વર્ગ-4ના 620 અને સિક્યોરિટી ગાર્ડ-સુપરવાઇઝરની સંખ્યા 206ની છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓ કાયમ ફરિયાદ કરતાં રહે છે કે, તેમને પૂરતો પગાર અપાતો નથી, ભૂતકાળમાં અસંખ્ય વાર કર્મચારીઓ લડતનું એલાન આપી ચૂક્યા છે અને હડતાળો પણ પાડી છે. એવા પણ આક્ષેપો થયા છે કે, કાયમી ભરતી નહિ કરીને સરકાર ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે.
What's Your Reaction?






