Ahmedabad : હવે ઝુંડાલ-ચાંદખેડા રિંગરોડ પર દીપડો દેખાયાનો દાવો, રાત્રિ દરમ્યાન રોડ ક્રોસ કરતો નજરે પડ્યો દીપડો

Jul 21, 2026 - 12:30
Ahmedabad : હવે ઝુંડાલ-ચાંદખેડા રિંગરોડ પર દીપડો દેખાયાનો દાવો, રાત્રિ દરમ્યાન રોડ ક્રોસ કરતો નજરે પડ્યો દીપડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તાર બાદ હવે શહેરના ઉત્તર-પશ્ચિમ છેવાડે આવેલા ઝુંડાલ-ચાંદખેડા રિંગરોડ પર પણ દીપડો મુક્તપણે ફરતો હોવાનો સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે. ઝુંડાલ-ચાંદખેડા રિંગરોડ પર એક પાનના ગલ્લા નજીક રાત્રિના સમયે દીપડો રસ્તો ઓળંગતો (રોડ ક્રોસ કરતો) નજરે પડ્યો હતો, જેનાથી આસપાસના રહીશો અને વાહનચાલકોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે.

શાંતિથી રિંગરોડ ક્રોસ કરતો જોવા મળ્યો 


સ્થાનિક રહીશો અને રસ્તા પરથી પસાર થતા લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાની આ હિલચાલ કેદ કરી લીધી હતી. વીડિયોમાં દીપડો રાત્રિના અંધકારમાં શાંતિથી રિંગરોડ ક્રોસ કરતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાંદખેડા, ઝુંડાલ અને આસપાસની સોસાયટીઓના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
Leopard Spotted on Zundal-Chandkheda Ring Road in Ahmedabad; Video Viral

વનવિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી


સ્થાનિકો દ્વારા આ અંગે વનવિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમોએ વાયરલ વીડિયોના આધારે સ્થળ પર પહોંચી લોકેશન ચકાસવાની અને પગચિહ્નો શોધવાની તજવીજ હાથ ધરી છે. બોપલ બાદ ચાંદખેડા-ઝુંડાલ પંથકમાં દીપડો દેખાતાં તંત્ર પણ દોડતું થયું છે. 

આ પણ વાંચો    :   Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0