Ahmedabad: હથિયારધારી PSIને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાની નામંજૂરીને HCએ બહાલ રાખી
પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના હેડ કોન્સ્ટેબલો-ડ્રાઇવર દ્વારા અનામત અથવા હથિયારધારી પીએસઆઇના પ્રમોશનલ પોસ્ટ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાની મંજૂરી નહી આપવાના રાજય સરકારના નિર્ણયને પડકારતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ફ્ગાવી દીધી હતી.એમટી ડિપાર્ટમેન્ટના અરજદાર કોન્સ્ટેબલોની ફરજ અને તેના પ્રકારને ધ્યાનમાં લેતાં જણાવ્યું કે, અરજદારોએ સ્વેચ્છાએ જ પ્રમોશનલ તકો માટે એમટી(મોટર ટ્રાન્સપોર્ટ) ડિપાર્ટમેન્ટમાં તબદીલ સ્વીકારી છે. તેથી તેમને અનામત અથવા હથિયારધારી પીએસઆઇની પ્રમોશનલ પોસ્ટની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાનો અધિકાર મળતો નથી. હેડ કોન્સ્ટેબલ-ડ્રાઇવર્સ તરફ્થી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોને હથિયારધારી પીએસઆઇની પ્રમોશનલ પોસ્ટ(મોડ ટુ)ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી બેસવાથી બાકાત રાખવાનો સત્તાવાળાઓનો નિર્ણય ગેરકાયદેસર છે. અરજદારોની રિટ અરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આ અંગે બનાવાયેલા નિયમ મુજબ, એમટી વિભાગના કર્મચારીઓને સામાન્ય દળ કરતાં વિશેષ લાભો મળતા હોવાથી તેઓ આવી પરીક્ષામાં હાજર રહી શકતા નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના હેડ કોન્સ્ટેબલો-ડ્રાઇવર દ્વારા અનામત અથવા હથિયારધારી પીએસઆઇના પ્રમોશનલ પોસ્ટ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાની મંજૂરી નહી આપવાના રાજય સરકારના નિર્ણયને પડકારતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ફ્ગાવી દીધી હતી.
એમટી ડિપાર્ટમેન્ટના અરજદાર કોન્સ્ટેબલોની ફરજ અને તેના પ્રકારને ધ્યાનમાં લેતાં જણાવ્યું કે, અરજદારોએ સ્વેચ્છાએ જ પ્રમોશનલ તકો માટે એમટી(મોટર ટ્રાન્સપોર્ટ) ડિપાર્ટમેન્ટમાં તબદીલ સ્વીકારી છે. તેથી તેમને અનામત અથવા હથિયારધારી પીએસઆઇની પ્રમોશનલ પોસ્ટની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાનો અધિકાર મળતો નથી.
હેડ કોન્સ્ટેબલ-ડ્રાઇવર્સ તરફ્થી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોને હથિયારધારી પીએસઆઇની પ્રમોશનલ પોસ્ટ(મોડ ટુ)ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી બેસવાથી બાકાત રાખવાનો સત્તાવાળાઓનો નિર્ણય ગેરકાયદેસર છે. અરજદારોની રિટ અરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આ અંગે બનાવાયેલા નિયમ મુજબ, એમટી વિભાગના કર્મચારીઓને સામાન્ય દળ કરતાં વિશેષ લાભો મળતા હોવાથી તેઓ આવી પરીક્ષામાં હાજર રહી શકતા નથી.