Ahmedabad : સેટેલાઇટમાં ICICI બેન્કના ATM મશીન સાથે તસ્કરોએ છેડછાડ કરી 52 હજારની ચોરી કરતા ખળભળાટ

Feb 15, 2026 - 00:00
Ahmedabad : સેટેલાઇટમાં ICICI બેન્કના ATM મશીન સાથે તસ્કરોએ છેડછાડ કરી 52 હજારની ચોરી કરતા ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ ICICI બેન્કના ATM મશીનમાંથી રૂપિયા 52,000ની તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ શખ્સોએ ATM મશીનના પાવર સપ્લાયમાં ડિવાઇસ લગાવી ટ્રાન્ઝેક્શન અટકાવ્યું હતું જેના કારણે ગ્રાહકને કેશ ડિપોઝિટ કરવામાં તકલીફ પડી અને મશીનમાંથી રૂપિયા જમા ન થઈ શક્યા.

મશીનમાં તસ્કરોએ ડિવાઇસ લગાવ્યું

પ્રારંભિક માહિતી મુજબ, એક ગ્રાહકે ATM મશીનમાં રોકડ જમા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન પૂર્ણ ન થતાં, તે આશ્ચર્યચકિત રહી ગયો. તેના પૈસા જમા ન થવાનું કારણ એ હતું કે મશીનમાં તસ્કરોએ ડિવાઇસ લગાવી દીધું હતું

મશીનનું બોક્સ ખોલી ચોરી

તપાસમાં જાણવા મળ્યું છે કે, તસ્કરોએ ATM મશીનના બોક્સને ખોલી રોકડ રકમ ચોરી લીધી હતી. બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવી

આ બનાવના પગલે ICICI બેન્કના મેનેજર સુજેશ શાહે સેટેલાઇટ પોલીસ મથકે જઇને ફરિયાદ નોંધાવી છે. આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરુ કરી છે..


આ પણ વાંચો----     Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0