Ahmedabad સિવિલની ઐતિહાસિક સિદ્ધિ: 8 વર્ષના બાળકની ઓપન સર્જરી વગર સફળ સારવાર

Mar 1, 2026 - 19:00
Ahmedabad સિવિલની ઐતિહાસિક સિદ્ધિ: 8 વર્ષના બાળકની ઓપન સર્જરી વગર સફળ સારવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરી છે. હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ (Pediatric Surgery Department) દ્વારા એક 8 વર્ષના બાળકના મોટા આંતરડામાં રહેલી જોખમી ગાંઠ (વિશાળ પોલીપ) ને ઓપન સર્જરી કર્યા વગર, માત્ર એન્ડોસ્કોપી ટેકનિકથી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની જટિલ પ્રક્રિયા પ્રથમવાર હાથ ધરવામાં આવી છે, જે સરકારી આરોગ્ય સેવાઓ માટે ગૌરવ સમાન છે.

આઠ વર્ષના બાળકની સફળ સર્જરી કરાઇ

સામાન્ય રીતે આંતરડાની મોટી ગાંઠ દૂર કરવા માટે મોટું ઓપરેશન (ઓપન સર્જરી) કરવું પડતું હોય છે, જેમાં રિકવરીમાં લાંબો સમય લાગે છે. જોકે, સિવિલના નિષ્ણાત તબીબોએ 'કોલોનોસ્કોપી' દ્વારા આ વિશાળ પોલીપને સફળતાપૂર્વક કાઢી નાખ્યો છે. આ ટેકનિકને 'સફળ પોલીપેક્ટોમી' કહેવામાં આવે છે. આ મિનિમલી ઇનવેસિવ પદ્ધતિને કારણે બાળકને શરીરે કોઈ મોટો કાપો મૂકવો પડ્યો નથી અને તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ શકશે. આ સફળતા સાથે સિવિલ હોસ્પિટલમાં હવે નવી સુવિધાનો પ્રારંભ થયો છે.

મોટા આંતરડાની જોખમી ગાંઠ દૂર કરી

હવેથી કોલોનિક પોલીપ જેવી સમસ્યાઓ માટે ઓપન સર્જરીની જરૂર રહેશે નહીં. હોસ્પિટલમાં અપર (Upper) અને લોઅર (Lower) GI સ્કોપી સુવિધા હવે કાર્યરત થઈ ગઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને હવે આવી ખર્ચાળ અને આધુનિક સારવાર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ બનશે. આ ઐતિહાસિક ઓપરેશન બદલ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગની ટીમને ચારેતરફથી અભિનંદન મળી રહ્યા છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0