Ahmedabad : સાયબર ક્રાઈમે બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં 11 આરોપીઓને ઝડપ્યા

Feb 13, 2025 - 13:00
Ahmedabad : સાયબર ક્રાઈમે બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં 11 આરોપીઓને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી. બોગસ આધારકાર્ડ કૌભાંડમાં સાયબર ક્રાઈમે 11 આરોપીઓને ઝડપ્યા. આરોપી દ્વારા બોગસ આધારકાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કરવામાં આવતી હતી. બોગસ આધારકાર્ડ કૌભાંડની તપાસ કરતી સાયબર ક્રાઈમે અમદાવાદ ઉપરાંત જોધપુર અને જેસલમેરમાં દરોડા પાડી ઠગાઈ કરતી રાજસ્થાની ગેંગને ઝડપી પાડી. પરંતુ કૌભાંડનો મુખ્ય આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો. 

રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

સાયબર પોલીસે રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કરતા 11 આરોપીઓની અટકાયત કરી. રાજસ્થાની ગેંગ બોગસ આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલી લોકો સાથે છેતરપિંડી કરતી હતી. આરોપીઓ આધારકાર્ડમાં રહેણાંક એડ્રેસ બદલી બેન્ક એકાઉન્ટ ખોલાવી ચાઈનીઝ આરોપીઓને તમામ વિગતો મોકલતા હતા. અટકાયત કરાયેલ આરોપીઓ પાસેથી 40 જેટલા બેંક એકાઉન્ટની કીટ અને કાર્ડ મળી આવ્યા. ઉપરાંત પ્રતિબંધિત એક પિસ્ટલ અને કારતુસ પણ મળી આવ્યા. પોલીસે પિસ્ટલ અને કારતૂસ જપ્ત કરી આરોપીઓ પાસે લાઈસન્સ છે કે નહીં તેની વિગતે તપાસ કરશે.  તેમજ બોગસ આધાર કૌંભાડમાં સામેલ ચાઈનીઝ આરોપીઓની શોધવા પણ પોલીસે તપાસ હાથ ધરી. બોગસ આધારકાર્ડ કૌભાંડમાં અન્યોની સંડોવણીની પણ તપાસ થશે. 

નકલીનો કારોબાર

ટેકનોલોજીના વ્યાપ સાથે છેતરપિંડી માટે પણ ઠગબાજો દ્વારા અવનવા પેંતરા જોવા મળ્યા. રાજ્યમાં નકલીનો કારોબાર એટલી હદે ફૂલ્યો ફાલ્યો છે કે ખબર જ ના પડે કે આખરે અસલી શું છે.વધુ કમાણી કરવા ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. બોગસ પાનકાર્ડ અને બોગસ આધારકાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરવાના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. આજે બેંક લોન, પ્રોપર્ટી વેચાણ તેમજ મહત્વની બાબતો માટે દસ્તાવેજના પુરાવારૂપે આધારકાર્ડ માન્ય ગણાય છે. ત્યારે મહાઠગ બાજો ફક્ત નજીવી કિમંતે બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવતા હોય છે.

પોલીસે હાથ ધરી તપાસ

સાયબર ક્રાઈમમાં અનેક વખત નકલી આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજોના દુરુપયોગ થયાની ફરિયાદ સામે આવી છે. હાલમાં સાયબર ક્રાઈમે ફેક આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલવાના કૌભાંડમાં રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કર્યો. પોલીસે અમદાવાદ,જોધપુર અને જેસલમેર સહિતના સ્થળો પર દરોડા પાડી 11 આરોપીઓની કરી ધરપકડ કરતાં વધુ તપાસ હાથ ધરી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0