Ahmedabad: સરકારને 95 લાખનું નુકસાન કરનાર આરોપીને સાત વર્ષની સજા
સ્ટેટ બેંક ઓફ્ સૌરાષ્ટ્ર સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી કરવાના અને સરકારી તિજોરીને રૂ. 95 લાખથી વધુનું નુકસાન પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં સ્ટેટ બેંક ઓફ્ સૌરાષ્ટ્ર, દરબારગઢ શાખા, ભાવનગરના તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર કીર્તિકુમાર ધીરજલાલ મહેતાને અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટના જજ મનીષ આર. ચૌધરીએ ગુનેગાર ઠરાવીને સાત વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.15 લાખનો દંડ ફ્ટકારતો ચુકાદો જાહેર કર્યો છે.આ કેસમાં સીબીઆઇએ ગત તા.16-3-2004ના રોજ આરોપી કીર્તિકુમાર ધીરજલાલ મહેતા વિરૂધ્ધ બનાવટી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવા, બેંક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અને સરકારી તિજોરીને રૂ.95 લાખથી વધુનું નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં કેસ દાખલ કર્યો હતો. આરોપી આસીસ્ટન્ટ મેનેજર વિરુદ્ધ એવો પણ આરોપ મૂકાયો હતો કે, આવી વધારાની હાઉસિંગ લોન અને અન્ય લોન બેંકના પર્સનલ વિભાગ દ્વારા બેંક સ્ટાફ્ને અપાઇ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્ટેટ બેંક ઓફ્ સૌરાષ્ટ્ર સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી કરવાના અને સરકારી તિજોરીને રૂ. 95 લાખથી વધુનું નુકસાન પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં સ્ટેટ બેંક ઓફ્ સૌરાષ્ટ્ર, દરબારગઢ શાખા, ભાવનગરના તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર કીર્તિકુમાર ધીરજલાલ મહેતાને અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટના જજ મનીષ આર. ચૌધરીએ ગુનેગાર ઠરાવીને સાત વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.15 લાખનો દંડ ફ્ટકારતો ચુકાદો જાહેર કર્યો છે.
આ કેસમાં સીબીઆઇએ ગત તા.16-3-2004ના રોજ આરોપી કીર્તિકુમાર ધીરજલાલ મહેતા વિરૂધ્ધ બનાવટી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવા, બેંક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અને સરકારી તિજોરીને રૂ.95 લાખથી વધુનું નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં કેસ દાખલ કર્યો હતો. આરોપી આસીસ્ટન્ટ મેનેજર વિરુદ્ધ એવો પણ આરોપ મૂકાયો હતો કે, આવી વધારાની હાઉસિંગ લોન અને અન્ય લોન બેંકના પર્સનલ વિભાગ દ્વારા બેંક સ્ટાફ્ને અપાઇ હતી.