Ahmedabad : શાહપુરમાં તંત્રના પાપે ટેન્કર રાજ, બુલેટટ્રેનના સમયમાં લોકો પીવાના પાણીથી વંચિત, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો. રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનું જોર રહ્યું. જ્યારે અમદાવાદમાં સરેરાશ વરસાદમાં પણ રસ્તાઓની સ્થિતિ બિસ્માર જોવા મળી. વરસાદી સિઝનમાં પણ શાહપુરના રહીશો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મનપા દ્વારા પાણી આપવામાં ના આવતા શાહપુરના લોકોને ફરજીયાત ટેન્કર બોલાવું પડે છે.
24 કલાક પાણી આપવાના દાવા પોકળ
તંત્ર દ્વારા લોકોને 24 કલાક પાણી આપવાની વાતો કરવામાં આવી છે. કહેવાતા સ્માર્ટસિટીમાં 24 કલાક પાણી આપવાની વાતોના દાવા પોકળ સાબિત થયા છે. તંત્રના પાપે પીવાના પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે. સારો વરસાદ થતાં નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી છે. છતાં શહેરના શાહપુર વિસ્તારમાં પીવાના પાણી પણ પ્રજા સુધી પહોંચી શકયા નથી.
તંત્રની ઘોર બેદરકારીથી રહીશો ત્રસ્ત
શાહપુરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સારો રોડ ખોદીને ડ્રેનેજ લાઇનની કામગીરીના બદલે પીવાના પાણીની લાઇન કટ કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. પીવાના પાણીની કામગીરી કરવા આવેલા તંત્રે અધૂરી કામગીરી મૂકી ગાયબ થતા ટેન્કર મંગાવવું પડે છે. ટેન્કર આવતા જ પાણી માટે લોકોની લાંબી કતારો જોવા મળે છે. તંત્રની બેદારકારીના કામના લીધે શાહપુરના રહીશો પ્રાથમિક જરૂરીયાત એવા પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
What's Your Reaction?






