Ahmedabad : શહેર ભાજપ પ્રભારીઓની કરાઈ જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રભારી પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. શહેર સંગઠનને વધુ સશક્ત બનાવવા અને આવનારા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિમણૂકો કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર લોકસભા ઝોનના પ્રભારી તરીકે દર્શક ઠાકરની નિમણૂંક કરવામાં આવી છે તો પૂર્વ લોકસભા ઝોન પ્રભારીની જવાબદારી ગૌતમ કથીરીયાને સોંપવામાં આવી છે, જ્યારે પશ્ચિમ લોકસભા ઝોન પ્રભારી તરીકે જશુ ઠાકોરને જવાબદારી આપવામાં આવી છે.
યુવા મોરચાના પ્રભારી તરીકે શહેર મંત્રી હેમંત મગરે જવાબદારી સંભાળશે
મહિલા મોરચાના પ્રભારી તરીકે પ્રવીણ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ઓબીસી મોરચાના પ્રભારી ઉપાધ્યક્ષ તરીકે વિનય દેસાઈની પસંદગી થઈ છે. એસટી મોરચાના પ્રભારી તરીકે કોષાધ્યક્ષ તેજસ દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે યુવા મોરચાના પ્રભારી તરીકે શહેર મંત્રી હેમંત મગરે જવાબદારી સંભાળશે. એસટી મોરચાના પ્રભારી તરીકે ભાવનાબેન નાયકની પણ નિમણૂંક કરવામાં આવી છે.
સંગઠનને વધુ સક્રિય બનાવાશે
કિસાન મોરચાના પ્રભારી તરીકે દર્શન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે લઘુમતી મોરચાની જવાબદારી હીરા પરમારને આપવામાં આવી છે. શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નવી નિયુક્તિઓને પગલે સંગઠન વધુ સક્રિય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gandhinagar News: સાપનું ઝેર જ સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડશે, જાણો કેવી રીતે તૈયાર થશે એન્ટિવેનમ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

