ગામે ગામ નર્મદાના નીર પહોંચ્યા છે. ખેડૂતોને પણ સિંચાઇ માટે પાણી મળી રહ્યુ છે. કરોડોના ખર્ચે કેનાલ બનાવવામાં આવી છે. પરંતુ આ પૈસા ખર્ચવાનો મતલબ શું.. કારણ કે કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. મોટા ભાગની કેનાલો જર્જરિત હોવાને કારણે ખેડૂતો સુધી પાણી પહોંચતુ નથી. ત્યારે અમદાવાદના વિરમગામમાં ડુમાણા-કાલીયાણા ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડુ પડ્યુ હોવાનું સામે આવ્યું છે.
મસમોટું ગાબડુ પડતા વેડફાયુ પાણી
ડુમાણા ગામ પાસે પસાર થતી માઇનોર કેનાલમાં ગાંબડુ પડતા મોટાપાયે પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. વિરમગામ નર્મદા સિંચાઇ વિભાગ ઘોર બેદરકારીને કારણે લાખો લિટર પાણી વેડફાઈ રહ્યુ છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલા ડુમાણા કાલીયાણા ગામ પાસે આવેલી માઇનોર કેનાલ ની પાસે મસમોટું ગાબડું પડતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. કેનાલમા ગાબડુ પડતા આજુ બાજુના પડતર જગ્યાએ પાણી ભરાવો થતા ખેતી પાકને નૂકશાન થયુ છે.