Ahmedabad વાસીઓ ઈ મેમો ભરશે પણ લેફ્ટ ટર્ન તો જામ જ રાખશે !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદીઓ આમતો દરેક વાતે સમજદાર હોય છે પણ વાત જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની આવે એટલે જાણે ટ્રાફિક સિગ્નલ અને કાયદો વ્યવસ્થાને ઘોળીને ગટકાવી જતાં હોય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વિભાગ સતત પ્રયત્ન કરતા રહે છે કે અમદાવાદીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે, અને તેમને સુધારવા માટે તંત્ર તરફથી ઇ-મેમો પણ આપવામાં આવતો હોય છે, પરંતુ સમજે એ અમદાવાદી થોડા કહેવાય.
આઝાદીના પર્વથી નવી શરૂઆત
અમદાવાદીઓ ડાબી બાજુ વળવાની ફ્રી લાઇનમાં કોઈ જગ્યાના મઠાધિસપતિ હોય એવી રીતે અડિંગો જમાવીને જે ઊભા રહે છે એનો ઉપાય ક્યારે આવશે એજ મોટો સવાલ છે. ત્યારે આજે સંદેશ ડિજિટલની ટીમ તરફથી અંધજનમંડળ અને પંચવટી સર્કલ ખાતે ડાબી બાજુ વળવાની ફ્રી લાઇનમાં ઊભા રહેતા અમદાવાદીઓને સવાલ પૂછવામાં આવ્યા હતા અને અને આવતી કાલથી આઝાદીના પર્વથી નવી શરૂઆત કરીને હવે ટ્રાફિક નિયમો ક્યારેય નહીં તોડવાની બાહેંધરી લીધી હતી, ત્યારે અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા પર શું જવાબ આપ્યા છે એ સાંભળો આ વિડીયોમાં.
What's Your Reaction?






