Ahmedabad લો બોલો! બેંક અધિકારીએ બેંકનું જ કરી નાખ્યું!....લગાવ્યો કરોડોનો ચૂનો
અમદાવાદમાં બેંકના અધિકારીએ પોતાની જ બેંક સાથે છેતરપિંડી કરી. બેંક અધિકારીને શેરબજારમાં મોટું નુકસાન થયું હતું. આથી કર્મચારીએ જે બેંકમાં નોકરી કરતાં હતા તેમાંથી જ નાણાંની ઉચાપત કરી અને તે રૂપિયાનું ફરી શેરબજારમાં રોકાણ કર્યું.અને ફરી શેરબજારમાં મોટું નુકસાન થયાનું સામે આવતાં ભાંડો ફૂટયો. બેંકના અન્ય એક કર્મચારીએ ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી.મેનેજરે પોતાની બેંક સાથે કર્યું ફ્રોડશહેરની અમરનાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના મેનેજરે ફ્રોડ કર્યાની ઘટના સામે આવી.અમરનાથ કો.ઓપ.બેંકમાં સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે ફરજ બજાવનાર કર્મચારીએ પોતાની જ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. સિનીયર મેનેજર વિપુલ પટેલ શેરબજારમાં રોકાણ કરવાના ભારે શોખીન છે. વિપુલ પટેલ શેરબજારમાં મોટી રકમનું રોકાણ કરતો હોય છે. જો કે થોડા સમય પહેલાં બેંકના સિનીયર મેનેજર વિપુલને શેરબજારમાં મોટું નુકસાન થયું. સત્તાનો કર્યો દુરુપયોગશેરબજારમાં મોટા નુકસાનને પગલે વિપુલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અમરનાથ બેંકમાંથી જ 2 કરોડ 50 લાખ 57 હજારની ઉચાપત કરી હતી. લોકોને શંકા ના જાય માટે સિનીયર મેનેજર વિપુલે ઉચાપત કરેલા તમામ નાણાં પોતાના તથા અન્ય ખાતાઓ ટ્રાન્સફર કરાવ્યા હતા.જેના બાદ સમયાંતરે નાણાંનો ઉપાડ કરી ફરી શેરબજારમાં રોકાણ કર્યું હતું. છ મહિનાની અંદર જ આરોપી મેનેજરે બેંકમાંથી અઢી કરોડથી વધુ રકમની ઉચાપત કરી હતી. દરમ્યાન બેંકના અન્ય એક કર્મચારીને સમગ્ર હકીકત ધ્યાને આવતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. અમરનાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ મેનેજરે પોતાની જ બેંક સાથે કરોડોની ઉચાપત કર્યાની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી. આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોની ઉચાપત મામલે સિનીયર મેનેજર વિપુલ પટેલની ધરપકડ કરી.મેનેજર સામે નોંધાઈ ફરિયાદ, કરાઈ અટકાયતબેંક સાથે ફ્રોડ કરવાને લઈને અધિકારી દ્વારા વિપુલની પૂછપરછ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે આરોપી વિપુલ બે બેંકો વચ્ચે થતા નાણાકીય વ્યવહાર માટે વપરાતા ઓવરડ્રાફ્ટ પોતાના અને પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર કરાવી રકમ મેળવી લીધી હતી. જેના બાદ આરોપીએ આ રકમનો શેર માર્કેટના ફ્યુચર ક્રેડિટમાં રોકાણ કર્યું અને જૂનું 15 લાખનું દેવું પણ ભરપાઈ કર્યું હતું.આરોપી વિપુલે ફેબ્રુઆરી 2024 થી જુન 2024ના સમયગાળા દરમિયાન રકમની ઉચાપત કરી હતી.સાથે જ બેંક ના પોર્ટલ પરથી આવતો ઓટીપી પોતે જ મેળવી લઈ આરટીજીએસ ના નાણા એપ્રું કરી પોતાના ખાતામાં મેળવતો હતો. મહત્વનું છે કે આરોપી વિપુલ 2013થી બેંકમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો. ત્યારબાદ પ્રમોશન મેળવી બેન્ક મેનેજર બન્યો. મેનેજર બનતા જ પોતાના હાથમાં આવેલી સત્તાનો દુરુપયોગ કરી છ મહિનામાં જ બેંકના અઢી કરોડથી વધુની ઉચાપત કરી. જોકે આરોપી રોકેલા શેરબજારના રૂપિયાનું પણ નુકસાન થતાં હવે બેન્ક નુ નુકસાન કોણ ભરપાઈ કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં બેંકના અધિકારીએ પોતાની જ બેંક સાથે છેતરપિંડી કરી. બેંક અધિકારીને શેરબજારમાં મોટું નુકસાન થયું હતું. આથી કર્મચારીએ જે બેંકમાં નોકરી કરતાં હતા તેમાંથી જ નાણાંની ઉચાપત કરી અને તે રૂપિયાનું ફરી શેરબજારમાં રોકાણ કર્યું.અને ફરી શેરબજારમાં મોટું નુકસાન થયાનું સામે આવતાં ભાંડો ફૂટયો. બેંકના અન્ય એક કર્મચારીએ ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી.
મેનેજરે પોતાની બેંક સાથે કર્યું ફ્રોડ
શહેરની અમરનાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના મેનેજરે ફ્રોડ કર્યાની ઘટના સામે આવી.અમરનાથ કો.ઓપ.બેંકમાં સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે ફરજ બજાવનાર કર્મચારીએ પોતાની જ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. સિનીયર મેનેજર વિપુલ પટેલ શેરબજારમાં રોકાણ કરવાના ભારે શોખીન છે. વિપુલ પટેલ શેરબજારમાં મોટી રકમનું રોકાણ કરતો હોય છે. જો કે થોડા સમય પહેલાં બેંકના સિનીયર મેનેજર વિપુલને શેરબજારમાં મોટું નુકસાન થયું.
સત્તાનો કર્યો દુરુપયોગ
શેરબજારમાં મોટા નુકસાનને પગલે વિપુલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અમરનાથ બેંકમાંથી જ 2 કરોડ 50 લાખ 57 હજારની ઉચાપત કરી હતી. લોકોને શંકા ના જાય માટે સિનીયર મેનેજર વિપુલે ઉચાપત કરેલા તમામ નાણાં પોતાના તથા અન્ય ખાતાઓ ટ્રાન્સફર કરાવ્યા હતા.જેના બાદ સમયાંતરે નાણાંનો ઉપાડ કરી ફરી શેરબજારમાં રોકાણ કર્યું હતું. છ મહિનાની અંદર જ આરોપી મેનેજરે બેંકમાંથી અઢી કરોડથી વધુ રકમની ઉચાપત કરી હતી. દરમ્યાન બેંકના અન્ય એક કર્મચારીને સમગ્ર હકીકત ધ્યાને આવતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. અમરનાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ મેનેજરે પોતાની જ બેંક સાથે કરોડોની ઉચાપત કર્યાની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી. આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોની ઉચાપત મામલે સિનીયર મેનેજર વિપુલ પટેલની ધરપકડ કરી.
મેનેજર સામે નોંધાઈ ફરિયાદ, કરાઈ અટકાયત
બેંક સાથે ફ્રોડ કરવાને લઈને અધિકારી દ્વારા વિપુલની પૂછપરછ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે આરોપી વિપુલ બે બેંકો વચ્ચે થતા નાણાકીય વ્યવહાર માટે વપરાતા ઓવરડ્રાફ્ટ પોતાના અને પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર કરાવી રકમ મેળવી લીધી હતી. જેના બાદ આરોપીએ આ રકમનો શેર માર્કેટના ફ્યુચર ક્રેડિટમાં રોકાણ કર્યું અને જૂનું 15 લાખનું દેવું પણ ભરપાઈ કર્યું હતું.આરોપી વિપુલે ફેબ્રુઆરી 2024 થી જુન 2024ના સમયગાળા દરમિયાન રકમની ઉચાપત કરી હતી.સાથે જ બેંક ના પોર્ટલ પરથી આવતો ઓટીપી પોતે જ મેળવી લઈ આરટીજીએસ ના નાણા એપ્રું કરી પોતાના ખાતામાં મેળવતો હતો. મહત્વનું છે કે આરોપી વિપુલ 2013થી બેંકમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો. ત્યારબાદ પ્રમોશન મેળવી બેન્ક મેનેજર બન્યો. મેનેજર બનતા જ પોતાના હાથમાં આવેલી સત્તાનો દુરુપયોગ કરી છ મહિનામાં જ બેંકના અઢી કરોડથી વધુની ઉચાપત કરી. જોકે આરોપી રોકેલા શેરબજારના રૂપિયાનું પણ નુકસાન થતાં હવે બેન્ક નુ નુકસાન કોણ ભરપાઈ કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે.