Ahmedabad: લાપરવાહી છુપાવવા દિવ્યાંગ માટે ચાલતી વાહનની અલાયદી IC સિરીઝ બંધ કરાઈ

Feb 10, 2025 - 02:30
Ahmedabad: લાપરવાહી છુપાવવા દિવ્યાંગ માટે ચાલતી વાહનની અલાયદી IC સિરીઝ બંધ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર રાજ્યમાં દિવ્યાંગ માટે ચાલતી વાહનની અલાયદી IC (ઇનવેલેજ કેરેજ) સિરીઝ બંધ કરી દેવાઇ છે. હવે દિવ્યાંગ વ્યક્તિને નવા વાહનની ખરીદી સમય નંબર માટે રૂટિન નંબરની સિરીઝમાંથી જ નંબર ફાળવવામાં આવશે. વાહન ડીલરોએ અલગથી કોઈ પ્રોસેસ કરવાની જરૂર નહીં રહે.

જનરલ નંબરમાંથી જ નંબર આપવાનો રહેશે. જ્યારે પસંદગીના નંબર માટે જનરલ નંબર માટે થતાં ઇ-ઓક્શનમાં ભાગ લઈને મેળવી શકશે. આૃર્યની વાત એ છે કે, મોર્થનું જાહેરનામુ છતાં એક દાયકા કરતાં વધુ સમયથી સિરીઝ ચલાવવાની વિભાગની લાપરવાહી બહાર આવી છે. હવે લાપરવાહી છુપાવવા તાત્કાલિક અસરથી IC (ઇનવેલેજ કેરેજ) સિરીઝ બંધ કરી દેવાઈ છે.

વાહનવ્યવહાર વિભાગના પરિપત્રમાં જણાવાયું છેકે, I અને O સિવાયના આલ્ફાબેટની સિરીઝથી રજિસ્ટ્રેશન નંબર એસાઇન કરવાનો રહેશે. ઉપરાંત દિવ્યાંગના નામે થતાં વાહનના રજિસ્ટર સમય વાહનનો પ્રકાર અપડેટ હોય કે ના હોય પણ ઓનરશિપ દિવ્યાંગની હોય તો લાભ મળવાપાત્ર છે. પરિપત્રનું રાજ્યની તમામ RTO અને ARTO કચેરીએ પાલન કરવાનું રહેશે. મોર્થના અગાઉના જાહેરનામમાં ઉલ્લેખ હતો કે I અને O નો ઉપયોગ નહીં કરવા સ્પષ્ટ જણાવાયું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0