Ahmedabad: યુપીનો પેસેન્જર ટ્રોલીના હાથામાં 35લાખનું સોનું છુપાવી લાવતા ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પરના ટર્મિનલ-2 ઉપરથી એક મુસાફર 35.36 લાખના સોના સાથે ઝડપાયો હતો.જે ગુરૂવારે સવારે 4:25 કલાકે શારજાહથી અમદાવાદ આવતી એર અરેબિયાની G9-418 નંબરની ફ્લાઇટમાંથી ઉતર્યો હતો. તેની પાસેની હેન્ડ ટ્રેલીના હાથામાં તેણે 24 કેરેટનું 399.460 ગ્રામ સોનું સંતાડી રાખ્યું હતું. કસ્ટમ વિભાગના અધિકારીએ ચકાસણી દરમિયાન તેને ઝડપી પાડયું હતું. મુસાફર ઉત્તરપ્રદેશના સહારનપુરનો વતની હોવાનું જાણવા મળે છે. અમદાવાદ એરપોર્ટ પર ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનાની દાણચોરીના 8 કેસ સામે આવ્યા છે. જેમાં કસ્ટમ વિભાગે કુલ 4.71 કરોડનું સોનું ઝડપી પાડયું છે. દુબઇ, શારજાહ, અબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઇટોના મુસાફરો પાસેથી આ દાણચોરીનું સોનું ઝડપી પડાયું છે. કસ્મટની આંખોમાં ધૂળ નાંખવા માટે દાણચોરો નવા-નવા નૂસખાઓ અજમાવી રહ્યા છે. શરીરમાં સોનું સંતાડી દેવું, બુટમાં, ટ્રોલી બેગમાં, મિક્ષરમાં, કેપ્સૂલમાં, પેસ્ટના સ્વરૂપમાં સોનું લાવવામાં આવી રહ્યું છે. જોકે કસ્મટ વિભાગ દાણચોરોને ટ્રેક કરીને તેમને ઝડપી પાડવામાં સફળ રહ્યા છે.

Ahmedabad: યુપીનો પેસેન્જર ટ્રોલીના હાથામાં 35લાખનું સોનું છુપાવી લાવતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ પરના ટર્મિનલ-2 ઉપરથી એક મુસાફર 35.36 લાખના સોના સાથે ઝડપાયો હતો.

જે ગુરૂવારે સવારે 4:25 કલાકે શારજાહથી અમદાવાદ આવતી એર અરેબિયાની G9-418 નંબરની ફ્લાઇટમાંથી ઉતર્યો હતો. તેની પાસેની હેન્ડ ટ્રેલીના હાથામાં તેણે 24 કેરેટનું 399.460 ગ્રામ સોનું સંતાડી રાખ્યું હતું. કસ્ટમ વિભાગના અધિકારીએ ચકાસણી દરમિયાન તેને ઝડપી પાડયું હતું. મુસાફર ઉત્તરપ્રદેશના સહારનપુરનો વતની હોવાનું જાણવા મળે છે. અમદાવાદ એરપોર્ટ પર ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનાની દાણચોરીના 8 કેસ સામે આવ્યા છે. જેમાં કસ્ટમ વિભાગે કુલ 4.71 કરોડનું સોનું ઝડપી પાડયું છે. દુબઇ, શારજાહ, અબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઇટોના મુસાફરો પાસેથી આ દાણચોરીનું સોનું ઝડપી પડાયું છે. કસ્મટની આંખોમાં ધૂળ નાંખવા માટે દાણચોરો નવા-નવા નૂસખાઓ અજમાવી રહ્યા છે. શરીરમાં સોનું સંતાડી દેવું, બુટમાં, ટ્રોલી બેગમાં, મિક્ષરમાં, કેપ્સૂલમાં, પેસ્ટના સ્વરૂપમાં સોનું લાવવામાં આવી રહ્યું છે. જોકે કસ્મટ વિભાગ દાણચોરોને ટ્રેક કરીને તેમને ઝડપી પાડવામાં સફળ રહ્યા છે.