Ahmedabad: મોટાભાગના વિસ્તારોમાં AQI 150થી ઉપર; બીજી તરફ રાજકોટમાં 90 સુધી નીચે ઉતર્યો પ્રદૂષણનો પારો

Nov 13, 2026 - 09:00
Ahmedabad: મોટાભાગના વિસ્તારોમાં AQI 150થી ઉપર; બીજી તરફ રાજકોટમાં 90 સુધી નીચે ઉતર્યો પ્રદૂષણનો પારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના બે મોટા મહાનગરો અમદાવાદ અને રાજકોટમાં હવાની ગુણવત્તા અંગે તદ્દન વિરોધાભાસી ચિત્ર સામે આવ્યું છે. એક તરફ મેગાસિટી અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 150ના આંકને પાર કરી ગયો છે, તો બીજી તરફ રંગીલા રાજકોટમાં પ્રદૂષણના સ્તરમાં મોટો ઘટાડો થતાં શહેરીજનોને મોટી રાહત મળી છે.

સોલા અને ચાંદખેડા સૌથી વધુ પ્રદૂષિત

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા AQIના આંકડા દર્શાવે છે કે શહેરની હવા 'મધ્યમ' થી 'ખરાબ' શ્રેણી તરફ આગળ વધી રહી છે.સોલા 189 AQI (શહેરમાં સૌથી વધુ પ્રદૂષિત),ચાંદખેડા 181 AQI,મણિનગર 170 AQI,આનંદનગર 165 AQI,બોપલ 161 AQI,ઇસનપુર 150 AQI,અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને કારણે શ્વસનતંત્રની બીમારી ધરાવતા દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં પ્રદૂષણ ઘટતાં નાગરિકોને રાહત

રાજકોટ શહેરમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને AQI અંકમાં ઘટાડો નોંધાયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 90 થી 159ની વચ્ચે નોંધાયો છે. જામ ટાવર વિસ્તારમાં સૌથી વધુ 159 AQI નોંધાયો છે.રેલનગર જંક્શન પ્લોટ વિસ્તારમાં સૌથી સ્વચ્છ હવા અને ઓછું પ્રદૂષણ નોંધાયું છે. શહેરના મુખ્ય વિસ્તારો એવા રેસકોર્સ, ત્રિકોણ બાગ, અમૂલ સર્કલ અને ભક્તિનગર વિસ્તારમાં પણ પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ પણ વાંચો: Surat: ડીંડોલીમાં અંગત અદાવતમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; લાકડાના ફટકા અને ઈલેક્ટ્રીક વાયરથી માર મારનાર 6 આરોપીઓની ધરપકડ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0