Ahmedabad: મેઘરાજાની અનેક વિસ્તારમાં તોફાની બેટિંગ, ઠેરઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ફરી એક વખત તોફોની બેટિંગ શરૂ કરી છે અને શહેરના અનેક વિસ્તાર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમ કે નવા નરોડા, બોપલ, સેલા, મમતપુરામાં વરસાદ વરસ્યો છે. તેમજ નિકોલ, વેજલપુર, પ્રહલાદનગર તથા વસ્ત્રાપુર, ઈસ્કોન, બોડકદેવ, સેટેલાઇટ અને થલેતજ, શીલજ, ઘાટલોડિયા, સોલા તથા મણીનગર, ખોખરા, જશોદાનગરમાં વરસાદ આવ્યો છે.નરોડામાં 2 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને નરોડામાં 2 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. નરોડાના વ્યાસવાડી પાસે તળાવ ભરાયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. આ સિવાય શહેરમાં કોતરપુરમાં 2 ઈંચ, મણિનગરમાં 1 ઈંચ, દૂધેશ્વરમાં દોઢ ઈંચ, રાણીપમાં 1 ઈંચ અને ચાંદખેડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લા ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

Ahmedabad: મેઘરાજાની અનેક વિસ્તારમાં તોફાની બેટિંગ, ઠેરઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ફરી એક વખત તોફોની બેટિંગ શરૂ કરી છે અને શહેરના અનેક વિસ્તાર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમ કે નવા નરોડા, બોપલ, સેલા, મમતપુરામાં વરસાદ વરસ્યો છે. તેમજ નિકોલ, વેજલપુર, પ્રહલાદનગર તથા વસ્ત્રાપુર, ઈસ્કોન, બોડકદેવ, સેટેલાઇટ અને થલેતજ, શીલજ, ઘાટલોડિયા, સોલા તથા મણીનગર, ખોખરા, જશોદાનગરમાં વરસાદ આવ્યો છે.

નરોડામાં 2 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને નરોડામાં 2 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. નરોડાના વ્યાસવાડી પાસે તળાવ ભરાયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. આ સિવાય શહેરમાં કોતરપુરમાં 2 ઈંચ, મણિનગરમાં 1 ઈંચ, દૂધેશ્વરમાં દોઢ ઈંચ, રાણીપમાં 1 ઈંચ અને ચાંદખેડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લા ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.