Ahmedabad: મહિલાઓની સારવારના વાયરલ વીડિયો મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે નોંધી ફરિયાદ

Feb 17, 2025 - 17:30
Ahmedabad: મહિલાઓની સારવારના વાયરલ વીડિયો મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે નોંધી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડોક્ટર ઇન્જેક્શન આપતા હોય તેવા વીડિયો મુકવાનું કારસ્તાન સામે આવ્યું છે.  મહિલાઓની સારવારના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરી રૂપિયા કમાવવાનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સોનોગ્રાફી, ગાયનેક સારવારના મહિલાના વીડિયો યુટયુબ પર અપલોડ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર ઇન્જેક્શન આપતા હોય તેવા વીડિયો મૂકયા છે. યુ ટયુબ અને ટેલીગ્રામ પર વીડિયો પૉસ્ટ કર્યાં હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓની સારવારના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરી રૂપિયા કમાવવાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. કેટલાક અપલોડેડ વીડિયોમાં ગુજરાતી સંવાદ પણ જોવા મળી રહ્યો છે. આવા વીડિયોનું  મેમ્બરશીપ આપી વીડિયો બનાવવાનું કારસ્તાન હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલોમાં મહિલાઓના થતા ખાનગી ટેસ્ટનો વીડિયો બનાવીને ટેલીગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરી રૂપિયા કમાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મેઘા MBBS યુટ્યુબ ચેનલ પર અપલોડ વીડિયો અપલોડ થઇ રહ્યા છે. વીડિયો કઇ જગ્યાનો છે તેની પૃષ્ટી હજુ થઇ નથી. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી નથી કરતું. 

https://x.com/sandeshnews/status/1891453207219479011

પ્રાઇવસીનો ભંગ, અંગત વીડિયો વાયરલ કરવા મુદ્દે તપાસ

પ્રાઇવસીનો ભંગ, અંગત વીડિયો વાયરલ કરવા મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વીડિયો કોણે અપલોડ કર્યો તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.  આ વીડિયો કયા ઉદ્દેશથી અપલોડ કર્યો તે બાબતે તપાસ હાલ ચાલી રહી છે. મેગા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપની તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે  સાયબર ક્રાઇમે આઇટી એક્ટ 66 ઈ, 67 હેઠળ ગુનો નોંધ્યો છે. વીડિયો અપલોડ કરનાર ચેનલના ક્રિએટર સામે તપાસ કરવામાં આવશે. 6 જાન્યુઆરીએ યુટ્યુબ ચેનલ બની હોવાનું તપાસમાં આવ્યું છે. સપ્ટેમ્બર 2024માં ટેલીગ્રામ ચેનલ બની હોવાનું તપાસમાં આવ્યું છે.

વાયરલ વીડિયો અંગે ડો.કમલેશ રાજગોરની પ્રતિક્રિયા

વાયરલ વીડિયો અંગે ડો.કમલેશ રાજગોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ કરનાર સામે ગંભીર પગલાં લો...મહિલાની પ્રાયવસીનો ભંગ થાય છે. હોસ્પિટલમાં કેમેરા ડોક્ટરના કન્ટ્રોલમાં હોવા જોઇએ. એક્ઝામિનેશન ટેબલ પરનો કેમેરો હિડન રાખવાનો હોય છે. અણધાર્યા સંજોગોમાં જ કેમેરાના ફૂટેજ જોવામાં આવે છે. હોસ્પિટલમાં એક્ઝામિનેશન ટેબલ પર કેમેરા ડોક્ટરના કંટ્રોલમાં જ હોવા જોઈએ. એક્ઝામિનેશન ટેબલ પર નો કેમેરો હિડન રાખવાનો હોય છે જો કોઇ સંજોગ સર્જાય તો જ કેમેરાના ફૂટેજ જોવામાં આવે છે. ખુલ્લે આમ મહિલાના ખાનગી ટેસ્ટનો વીડિયો વાયરલ કરનાર સામે ગંભીર પગલાં લેવા જોઈએ.



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0