Ahmedabad : મહાકુંભ જવા શ્રદ્ધાળુઓનો ઉત્સાહ આસમાને, રેલવે સ્ટેશન પર ભારે ધસારો..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં મહાકુંભ મેળાને લઇ લોકોમાં હજુ પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રયાગરાજના મહાકુંભને લઈને અકસ્માત અને આગ દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. છતાં પણ દેશના ખૂણે-ખૂણેથી લોકો મહાકુંભનો લાભ લેવા પંહોચી રહ્યા છે. અમદાવાદના રેલવે પ્લેટફોર્મ પર પણ મહાકુંભમાં જવા શ્રદ્ધાળુઓનો ભારે ભીડ જોવા મળી રહી છે. દિલ્હીમાં બનેલ દુર્ઘટના બાદ પણ શહેરના રેલવે પ્લેટફોર્મ પર સુરક્ષાને લઈને કોઈ વ્યવસ્થા જોવા મળી નહીં.
શ્રદ્ધાળુઓનો ઉત્સાહ
અમદાવાદમાં CBSE બોર્ડની પરીક્ષાનો માહોલ છે અને બીજી બાજુ લગ્નસરાની સિઝન હોવા છતાં પણ રેલવે પ્લેટફોર્મ અત્યારે ધમધમી રહ્યું છે. રાજ્યભરમાં ધોરણ-10 અને ધોરણ-12ની CBSE બોર્ડ પરીક્ષાની શરૂઆત ગઈ છે.અને મકરસંક્રાતિ બાદ કમૂર્તા પૂર્ણ થતાં રાજ્યભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. પરીક્ષા અને લગ્નસરાના માહોલ વચ્ચે પણ અમદાવાદથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓ ખાનગી બસો અને રેલવે સ્ટેશન મારફતે પંહોચવા પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હી દુર્ઘટના બાદ પણ શહેરના રેલવે પ્લેટફોર્મ પર સુરક્ષાના નામે મીંડુ જોવા મળ્યું.
દિલ્હીમાં દુર્ઘટના
શ્રદ્ધાળુઓ માટે રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો. દિલ્હી રેલવે સ્ટેશન પર 16 ફેબ્રુઆરી રવિવારના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે સ્ટેશન પર નાસભાગ થતાં 18 જેટલા પ્રવાસીઓના મોત થયા. તમામ પ્રવાસીઓ મહાકુંભમાં ભાગ લેવા જવા દિલ્હી રેલવે સ્ટેશન પર પંહોચ્યા હતા. દરમિયાન રેલવે સ્ટેશન પર થયેલ એક ઘોષણાએ અફરાતફરીનો માહોલ સર્જ્યો.
પ્રવાસીઓમાં ભાગ દોડ મચી
દિલ્હીથી પ્રયાગરાજ જેવા બે ટ્રેનોના એક જેવા નામના કારણે પ્રવાસીઓમાં ભાગ દોડ મચી હતી. ટ્રેનની ઘોષણાને લઈને પ્રવાસીઓમાં અસમંજસ જોવા મળતા નાસભાગ મચી ગઈ. આ ભાગદોડમાં રેલવે સ્ટેશન પર ભારે ભીડને પગલે ગૂંગળામણના કારણે મહાકુંભ જતા 18 શ્રદ્ધાળુઓના મોત થયા. આ દુર્ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા અને પીડિતના પરીવારને વળતર આપવાની જાહેરાત કરાઈ.
રેલવે પ્લેટફોર્મ પર સુરક્ષાનો અભાવ
અમદાવાદ રેલવે પ્લેટફોર્મ ઉપર લોકોનો ધસારો હોવા છતાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો. દિલ્હી દુર્ઘટના બાદ પણ સાબરમતી રેલવે સ્ટેશન ઉપર સુરક્ષાના નામે મીંડુ જોવા મળ્યું. બેરીકેડિંગ વિના જ પ્લેટફોર્મ પર કન્સ્ટ્રક્શનની કામગીરી જોવા મળી. પ્લેટફોર્મ 7 ઉપર રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. અને લોકો આવી કામગીરી વચ્ચે પ્લેટફોર્મ પર પોતાની ટ્રેન પકડવા દોડ લગાવે છે. કેમ તંત્ર દ્વારા સુરક્ષાને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. શું રેલવે બોર્ડ દિલ્હી બાદ બીજી કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે. જાહેર જનતાની સુરક્ષાને લઇ કેમ કોઈ અધિકારી જાગૃત નહી એ મોટો પ્રશ્ન છે.
What's Your Reaction?






