Ahmedabad: મધુમાલતીમાં વરસાદી અને ગટરના પાણીનો નિકાલ ન થતાં લોકોની નર્કાગારની પરિસ્થિતિ

Jul 9, 2025 - 06:30
Ahmedabad: મધુમાલતીમાં વરસાદી અને ગટરના પાણીનો નિકાલ ન થતાં લોકોની નર્કાગારની પરિસ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં વરસાદી પાણી નિકાલ કરવામાં તંત્રની નિષ્ફળતાનું વધુ એક ઉદાહરણ સામે આવી રહ્યું છે. નિકોલમાં આવેલા મધુમાલતી આવાસમાં રહેતા લોકો માટે વરસાદ પડતાં જ ગંદા પાણી વચ્ચે જીવવાની સ્થિતિ ઉભી થઈ રહી છે. થોડાં જ વરસાદમાં આવાસની અંદર ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે જેના નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવતાં લોકો પોતાના હાથમાં બેડા, પાણીની ડોલ સહિતની વસ્તુઓ લઈને ગોઠણ સુધીના ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને પીવાનું પાણી ભરવા જાય છે. આ અંગે અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન અને આગામી 10 દિવસમાં કામગીરી પૂર્ણ થશે તેવી વાતો કરવામાં આવે છે. જ્યારે સ્થાનિકો છેલ્લા 20 વર્ષથી સમસ્યાનો નિકાલ ન આવવાના કારણે નર્કાગાર સ્થિતિ ભોગવી રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ પમ્પિંગમાં કનેક્શનની કામગીરી ખૂબ જ મંથરગતિએ ચાલી રહી છે. જેના કારણે પણ થોડાં જ વરસાદમાં પાણી ભરાઈ રહ્યું છે અને પાણીનો નિકાલ થઈ રહ્યો નથી.

ઔડા દ્વારા 20 વર્ષ પહેલાં કઠવાડા નજીક મધુમાલતી આવાસ યોજના બનાવવામાં આવી છે, જેનો શહેરમાં સમાવશે થયો પરંતુ તેમની પાણી ભરાઈ જવાની સમસ્યાનો નિકાલ કરવામાં તંત્ર સતત નિષ્ફળ રહ્યું છે. આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકો જણાવ્યું કે, અહીં અંદાજે 2000 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. પરંતુ દર વર્ષે ચોમાસામાં માત્ર બે થી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડે એટલે અહીં પાણી ભરાઈ જાય છે. એટલું જ નહીં આસપાસના ગટરના અને ફેક્ટરીઓ તેમજ અન્ય કેમિકલ યુનિટ દ્વારા ગટરમાં ગેરકાયદે કનેક્શન કરી લેવામાં આવ્યાં છે, જેના કારણે તેના છોડાતા ગંદા પાણી ઊભરાઈને સીધા મધુમાલતીમાં આવાસમાં જાય છે. લોકોને આવા ખરાબ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિક નાગરિકો પોતાના ઘરમાં પીવા અને ઉપયોગ કરવા માટેનું પાણી ભરવા માટે પણ ગટરના ગંદા પાણીમાં ચાલીને જવું પડી રહ્યું છે. જ્યારે કેટલાક લોકો તો વરસાદી પાણી ભરાવાને કારણે ત્યાંથી અન્ય જગ્યાએ પણ થોડા દિવસ માટે ભાડે રહેવા જતા રહ્યા છે. તેમજ હવે વગર વરસાદે પણ મધુમાલથી આવાસ યોજનામાં ગટર અને કેમિકલવાળા ગંદા પાણી ભરાઈ જાય છે તેનો નિકાલ કરવામાં તંત્ર સતત નિષ્ફળ જઈ રહ્યું છે.

કામગીરી મંથરગતિએ ચાલી રહી છે : લોકો

વારંવાર રજુઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી નથી. હાલની સ્થિતિમાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવી કોન્ટ્રાક્ટરની પ્રાથમિકતા હોવી જોઇએ પરંતુ તેના બદલે કામગીરી મંથરગતિએ ચાલી રહી છે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તંત્ર પ્રયત્ન કરાતા હોવાના દાવા, સ્થિતિમાં સુધારો નહી !

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના કમિટીના ચેરમેને જણાવ્યું કે, આ વિસ્તાર સૌથી નીચાણ વાળો રહેલો છે. 310 પમ્પિંગમાં ક્નેક્શન આપવાની કામગીરી ચાલી રહી છે. પૂર્વ વિસ્તારમાં ઈસ્ટર્ન મેઈન ટ્રંકલાઈન નાખવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનાથી મેઈન ટ્રંકલાઇનનું કામ ચાલુ છે અને વરસાદના કારણે કામ અટક્યું છે. જેને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. વરસાદ જો અટકી જશે તો 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0