Ahmedabad: ભાઈપુરા વોર્ડમાં રાધાકૃષ્ણ વિભાગ-1માં મકાન કપાતમાં જતાં મ્યુનિ. કચેરી ખાતે દેખાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાઈપુરા વોર્ડમાં રાધાકૃષ્ણ વિભાગ- 1માં મકાન કપાતમાં જતાં સ્થાનિકોએ બુધવારે મ્યુનિ. કચેરી ખાતે દેખાવ કર્યા હતાં.
ગરીબ અને પછાત વર્ગ રહેવાસીઓના રહેઠાણ રાધાકૃષ્ણ વિભાગ-1માં સ્થાપિત માટે અન્યત્ર મંજૂર થયેલ ટીપીમાં સુધારો કરી ઉપરોક્ત સ્થળે ડ્રાફ્ટ ટીપી ગામતળની જગ્યા ઉપર ફાઇનલ ટીપી પડેલ ન હોવા છતાં કાયદા અને ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ દિવાળીના પવિત્ર તહેવારમાં એક બે દિવસમાં તોડી પાડવાની આપેલી ધમકીથી રહેવાસીઓમાં માતમ જેવુ વાતાવરણ સર્જાયેલ છે. ન્યાયના હિતમાં ડ્રાફ્ટ ટીપી માં સુધારો કરી અમલવારી અટકાવવા અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે ઉગ્ર દેખાવ યોજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આયોદનપત્ર અપાયું હતું.
ભાઈપુરા વોર્ડ મા રાધાકૃષ્ણ વિભાગ-1, શ્રીનાથજી નગર અને નેશનલ પાર્ક સહીત વિસ્તારોમાં અતી ગરીબ પછાત અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે તેઓના પરિવારમાં વૃધ્ધ માતા પિતા સહિત 10 થી 15 સભ્યોનો પરિવાર રહે છે. આમા કેટલાક પરિવારો રોજ કમાઈને રોજ ખાનાર છે. કેટલાક મકાનો કટીંગમાં જઈ રહ્યા હોવાથી તેઓ ઘર વિહોણા થશે. તેઓને રહેઠાણ માટેની કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ નથી. હાલમાં કારમી મોંઘવારી અને બેરોજગારીમાં મકાન બનાવાનો પ્રશ્ન મોટો છે. દિવાળીના તહેવારમાં ખૂબ જ અસહ્ય હાલાકી ભોગવવી પડે તેમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગામતળની જગ્યામાં ભાઈપુરા વોર્ડમાં આજુબાજુમાં મોટા રોડો હયાત હોવા છતાં ઉપરોક્ત ડેડ રોડ ઉપર બિનજરૂરી અને ગરીબ અને મધ્યમ અને પછાત વર્ગની નિવાસ કરતી વસ્તીમાં સર્વે નંબર 224 મૂળ ખંડ નંબર 710 અંતિમ ખંડ નંબર 109, 1009/1,1009/2,1009/3 ડ્રાફ્ટ ટીપીની ફાઇનલ ટીપી તરીકે મંજૂરી ન મળી હોવા છતાં ડ્રાફ્ટ ટીપી કાયદા અને ન્યાયના સિદ્ધાંતોના વિશાળ હિતમાં રદ કરવાની માગણી કરી છે. છસ્ઝ્રના કર્મચારી દ્વારા બે દિવસમાં મકાનો ખાલી કરવા અથવા તોડી પાડવાની ધમકીઓ આપતા લોકો રસ્તા પર આવી જવાની શક્યતા છે.
What's Your Reaction?






