Ahmedabad: બોપલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે પોલીસે આરોપીનો સ્કેચ કર્યો જાહેર, જાણો મામલો
અમદાવાદના બોપલમાં માઈકા કોલેજના વિધાર્થીની હત્યા કરવામાં આવી હતી. વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરતા કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેની હત્યા કરી નાખી હતી. કારચાલક વિધાર્થીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો, જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે પોલીસે આરોપીની શોધખોળ માટે સ્કેચ જાહેર કરાયો છે.અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે સ્કેચ જાહેરવાહન કેમ ઝડપી ચલાવે છે તેમ કહીને વિધાર્થીને ટોકયો હતો અને મૃતક અને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી તે દરમિયાન કાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને વિધાર્થીને માર મારીને તેની હત્યા કરી નાખી હતી,આસપાસ લોકોના ટોળા ઉમટી ગયા અને મૃતકને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો,પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી અને લોકોના નિવેદન નોંધ્યા હતા,સાથે સાથે કોલેજના સંચાલકોને પણ આ બાબતે જાણ કરી હતી. વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ કારચાલક ફરાર થયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આરોપીની શોધખોળ માટે જાહેર સ્કેચ કર્યો છે. પોલીસની અલગ અલગ ટીમોએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.સીસીટીવીની કરાઈ તપાસ ઘટનાની જાણ થતા પોલીસ તો પહોંચી પણ પોલીસ દ્રારા હજી આરોપીની ધરપકડ કે કોણ આરોપી છે તેને લઈ તપાસ બરોબર રીતે નથી કરાઈ પોલીસે અજાણ્યા શખ્સે હત્યા કરી તેવો ગુનો નોંધ્યો છે,પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે,જે જગ્યાએ આ ઘટના બની તેની આગળના રસ્તા પરના સીસીટીવી પણ પોલીસે જપ્ત કર્યા છે,ત્યારે હત્યારો કોણ છે તે તો ધરપકડ થશે ત્યારે જ ખબર પડશે.મૃતક માઈકા કોલેજમાં અભ્યાસ કરતો હોવાની વાત સામે આવી છે. પોલીસે અને કોલેજ સંચાલકોએ પરિવારને જાણ કરી સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પોલીસ પણ પહેલા ચૌંકી ઉઠી હતી કે મૃતક કયાનો છે અમદાવાદનો છે કે અમદાવાદની બહારનો છે પરંતુ ત્યારબાદ તપાસ કરતા સામે આવ્યું કે વિધાર્થી માઈકા કોલેજનો છે અને આ ઘટનાને લઈ પોલીસે કોલેજને પણ ધ્યાન દોર્યુ ત્યારે આગામી સમયમાં આરોપી ઝડપાય પછી જ સત્ય સામે આવી શકશે,મૃતકનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના બોપલમાં માઈકા કોલેજના વિધાર્થીની હત્યા કરવામાં આવી હતી. વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરતા કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેની હત્યા કરી નાખી હતી. કારચાલક વિધાર્થીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો, જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે પોલીસે આરોપીની શોધખોળ માટે સ્કેચ જાહેર કરાયો છે.
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે સ્કેચ જાહેર
વાહન કેમ ઝડપી ચલાવે છે તેમ કહીને વિધાર્થીને ટોકયો હતો અને મૃતક અને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી તે દરમિયાન કાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને વિધાર્થીને માર મારીને તેની હત્યા કરી નાખી હતી,આસપાસ લોકોના ટોળા ઉમટી ગયા અને મૃતકને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો,પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી અને લોકોના નિવેદન નોંધ્યા હતા,સાથે સાથે કોલેજના સંચાલકોને પણ આ બાબતે જાણ કરી હતી. વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ કારચાલક ફરાર થયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આરોપીની શોધખોળ માટે જાહેર સ્કેચ કર્યો છે. પોલીસની અલગ અલગ ટીમોએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સીસીટીવીની કરાઈ તપાસ
ઘટનાની જાણ થતા પોલીસ તો પહોંચી પણ પોલીસ દ્રારા હજી આરોપીની ધરપકડ કે કોણ આરોપી છે તેને લઈ તપાસ બરોબર રીતે નથી કરાઈ પોલીસે અજાણ્યા શખ્સે હત્યા કરી તેવો ગુનો નોંધ્યો છે,પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે,જે જગ્યાએ આ ઘટના બની તેની આગળના રસ્તા પરના સીસીટીવી પણ પોલીસે જપ્ત કર્યા છે,ત્યારે હત્યારો કોણ છે તે તો ધરપકડ થશે ત્યારે જ ખબર પડશે.મૃતક માઈકા કોલેજમાં અભ્યાસ કરતો હોવાની વાત સામે આવી છે.
પોલીસે અને કોલેજ સંચાલકોએ પરિવારને જાણ કરી
સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પોલીસ પણ પહેલા ચૌંકી ઉઠી હતી કે મૃતક કયાનો છે અમદાવાદનો છે કે અમદાવાદની બહારનો છે પરંતુ ત્યારબાદ તપાસ કરતા સામે આવ્યું કે વિધાર્થી માઈકા કોલેજનો છે અને આ ઘટનાને લઈ પોલીસે કોલેજને પણ ધ્યાન દોર્યુ ત્યારે આગામી સમયમાં આરોપી ઝડપાય પછી જ સત્ય સામે આવી શકશે,મૃતકનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.