Ahmedabad: બાપુનગરમાં બુક કરાવેલા ફ્લેટ કબજો જમાવી બિલ્ડર સહિત પાંચ ગઠિયાઓ સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં ઠગાઈની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગોમતીપુરમાં પરિવાર સાથે રહેતા યુવકે પોતાનું મકાન લેવાનું નક્કી કર્યું હતું.
યુવકે બાપુનગરમાં ફ્લેટની સ્કીમમાં રોકડા રૂપિયા 2 લાખ આપીને મકાન બૂક કરાવ્યું હતું. બાદમાં બેંકમાં થી રૂ.14 લાખની લોન લઈને બિલ્ડરને આપ્યા હતા. રૂપિયા ચૂકવી દીધા છતાં બિલ્ડર સહીત પાંચ લોકો યુવકને મકાનનો કબ્જો આપતા નહો. ત્યારબાદ ઘણા સમયથી મકાનનો કબજો ન મળતા યુવકે પાંચેય વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ગોમતીપુરમાં રહેતા 28 વર્ષીય મયુર ચૌહાણે બાપુનગરમાં ફ્લેટની સ્કીમમાં મકાન લેવાનું નક્કી કર્યું હતું. મયુર ફ્લેટની સ્કીમના બિલ્ડરને ટોકન પેટે રૂ.2 લાખ રોકડા આપીને મકાન બૂક કરાવ્યું હતું. જે બાદ બિલ્ડરોએ પઝેશન વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં મળી જશે તેમ જણાવ્યું હતું. મકાનના બાકીના 14 લાખ રૂપિયા માટે બિલ્ડરે તેમના મળતિયા એજન્ટ મારફ્તે ખાનગી બેંકમાંથી લોન પણ કરાવી આપી હતી. લોન પાસ થઈ જતા મયુરે લોનના 14 લાખ રૂપિયા સ્કોપ ઇન્ફ્રાસ્ટ્રકચર નામની બિલ્ડરની જ પેઢીમાં જમા કરાવી દીધા હતા.
મકાન બુક કરાવ્યે બે વર્ષ વિતીગયા છતાં બિલ્ડરોએ મકાનનો કબ્જો આપ્યો નહતો. બિલ્ડર તેમજ તેના પાર્ટરને મયુરભાઈ પાસે વધારાના રૂપિયા 23 લાખ આપવા પડશે તો જ મકાનનું પઝેશન તમને મળી શકશે કહીને ઠગાઈ આચરી હતી. જે અંગે મયુરભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં મુકેશ દેસાઈ, નીલેશ ખંભાયતા, મેહુલ લાલવાણી, બીપીનભાઈ ગજ્જર અને બકુલભાઈ પંડયા સામે ઠગાઈની ફરીયાદ નોધાવતા પોલીસે તમામ સામે તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






