Ahmedabad બન્યું રકતરંજીત, શહેરમાં 2 દિવસમાં અલગ-અલગ વિસ્તારમાં 3 હત્યાના બનાવ બન્યા

અમદાવાદ શહેરમાં હત્યાના બનાવ બન્યા છે જેમાં શહેરમાં 2 દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં 3 હત્યાના બનાવ બન્યા છે,જાણે આરોપીઓને પોલીસની બીક ના હોય તેમ બેફામ રીતે ગુના આચરવા અને હત્યા કરવી એ મામૂલી બન્યું છે,આવી જ એક ઘટના સરખેજ વિસ્તારમાં બની છે જેમાં એક યુવકનો તેના મિત્રએ જ જીવ લીધો છે. હત્યા 01 - સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તાર સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે જેમાં ઈલીયાસ નામના યુવકનું મોત થયું છે,હોટલ પર થયેલી બબાલ હત્યામાં પરિણામી હતી તો જમતા પહેલા મૃતકને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપીએ છરીના ઘા મારી દેતા યુવકનું મોત થયું છે,હત્યા કરી આરોપી મુસ્તાક સુમરા ફરાર થઈ ગયો છે.જેમાં સરખેજ પોલીસ હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હત્યા 02 - કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતો મહમ્મદ હુસૈન નામનો યુવક 10મી ફેબ્રુઆરીએ કાલુપુર ઘી બજારમાં આવેલી એક દુકાનના ઓટલા પર સૂતો હતો, ત્યારે ભૂષણ ઉર્ફે શિવ નામનો તેનો મિત્ર તેની પાસે આવ્યો હતો. આ સમયે મહમ્મદ હુસૈને તેના મિત્રને ઉછીના રૂપિયા આપવાની ના પાડી હતી. આના પછી ભૂષણ ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલીને મહમ્મદ હુસૈન સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.બંને વચ્ચેની માથાકૂટ ઉગ્ર બની ગઈ હતી, જેમાં ભૂષણે બાજુમાં પડેલો પથ્થર લઈને હુસૈનને માથામાં ત્રણથી ચાર ઘા મારી દીધા હતા.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન હુસૈન સ્વસ્થ હતો, જો કે બીજા દિવસે અચાનક હુસૈનનું મોત થઈ જતા પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. હત્યા 03 - કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર કાગડાપીઠ વિસ્તારમાં ડીજેમાં નાચતા માત્ર હાથ અડી જવાથી થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. જે ગુનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે સામાન્ય બોલાચાલીમાં યુવકને હથિયારના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરવામાં આવતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.આરોપી ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધું સિંધવ, જયેશ ઉર્ફે જગો રાઠોડ અને જીગ્નેશ ઉર્ફે જીગો સિંધવની ધરપકડ કરી છે.

Ahmedabad બન્યું રકતરંજીત, શહેરમાં 2 દિવસમાં અલગ-અલગ વિસ્તારમાં 3 હત્યાના બનાવ બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં હત્યાના બનાવ બન્યા છે જેમાં શહેરમાં 2 દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં 3 હત્યાના બનાવ બન્યા છે,જાણે આરોપીઓને પોલીસની બીક ના હોય તેમ બેફામ રીતે ગુના આચરવા અને હત્યા કરવી એ મામૂલી બન્યું છે,આવી જ એક ઘટના સરખેજ વિસ્તારમાં બની છે જેમાં એક યુવકનો તેના મિત્રએ જ જીવ લીધો છે.

હત્યા 01 - સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તાર

સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે જેમાં ઈલીયાસ નામના યુવકનું મોત થયું છે,હોટલ પર થયેલી બબાલ હત્યામાં પરિણામી હતી તો જમતા પહેલા મૃતકને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપીએ છરીના ઘા મારી દેતા યુવકનું મોત થયું છે,હત્યા કરી આરોપી મુસ્તાક સુમરા ફરાર થઈ ગયો છે.જેમાં સરખેજ પોલીસ હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.

હત્યા 02 - કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર

શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતો મહમ્મદ હુસૈન નામનો યુવક 10મી ફેબ્રુઆરીએ કાલુપુર ઘી બજારમાં આવેલી એક દુકાનના ઓટલા પર સૂતો હતો, ત્યારે ભૂષણ ઉર્ફે શિવ નામનો તેનો મિત્ર તેની પાસે આવ્યો હતો. આ સમયે મહમ્મદ હુસૈને તેના મિત્રને ઉછીના રૂપિયા આપવાની ના પાડી હતી. આના પછી ભૂષણ ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલીને મહમ્મદ હુસૈન સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.બંને વચ્ચેની માથાકૂટ ઉગ્ર બની ગઈ હતી, જેમાં ભૂષણે બાજુમાં પડેલો પથ્થર લઈને હુસૈનને માથામાં ત્રણથી ચાર ઘા મારી દીધા હતા.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન હુસૈન સ્વસ્થ હતો, જો કે બીજા દિવસે અચાનક હુસૈનનું મોત થઈ જતા પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

હત્યા 03 - કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર

કાગડાપીઠ વિસ્તારમાં ડીજેમાં નાચતા માત્ર હાથ અડી જવાથી થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. જે ગુનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે સામાન્ય બોલાચાલીમાં યુવકને હથિયારના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરવામાં આવતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.આરોપી ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધું સિંધવ, જયેશ ઉર્ફે જગો રાઠોડ અને જીગ્નેશ ઉર્ફે જીગો સિંધવની ધરપકડ કરી છે.