Ahmedabad: પ્રિ-સ્કૂલના નોંધણીના નિયમો અંગે સંચાલકોને જવાબ મળ્યો,વિષય ઉપર લેવલે ચર્ચામાં છે.
રાજ્યમાં પ્રિ-સ્કૂલ નોંધણીના નિયમોમાં લાગુ કરેલા 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરાર સહિતના કેટલાક નિયમો મુદ્દે ચાલી રહેલ વિવાદનું 1 વર્ષ બાદ પણ નિરાકરણ આવ્યું નથી.ગત 1લી જાન્યુઆરી-2025ના રોજ સંચાલકોની સરકાર સાથેની બેઠકમાં નિરાકરણ લાવવા અંગેની મૌખિક બાંહેધરી અપાઈ હતી, પરંતુ કોઈ નિર્ણય થયો નથી. બીજી તરફ નોંધણીની મુદત પૂર્ણ થઈ ગઈ, પરંતુ સત્તાવાર મુદત વધારવા અંગે પણ જાહેરાત થઈ નથી. આથી આજે અમદાવાદની વિવિધ પ્રિ-સ્કૂલના અંદાજે 35 જેટલા સંચાલકો શિક્ષણમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ મુલાકાત થઈ નહોતી. પરંતુ શિક્ષણના અધિકારીઓ પાસેથી એવો જવાબ મળ્યો છે કે, આ વિષય વિચારણા હેઠળ અને ઉપર લેવલે ચર્ચામાં છે. પ્રિ-સ્કૂલ નોંધણીની પ્રક્રિયાના એક વર્ષ જેટલા લાંબા સમયગાળામાં ફાઇનલ નોંધણી હોય એવી સમગ્ર રાજ્યમાથી માત્ર 400 જેટલી જ શાળા હોવાનું જાણવા મળ્યું છે, જેની સામે ગુજરાતમાં હજારો પ્રિ-સ્કૂલો ધમધમે છે જેની નોંધણી થઈ નથી. નોંધણી ન થવા પાછળનું મુખ્ય કારણ 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, વર્ગદીઠ રૂ.5 હજાર ફી સહિતની બાબતો છે. આ મુદ્દે છેલ્લા એક વર્ષથી રજૂઆતોનો પણ મારો ચાલી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે ક, અનેક રજૂઆતો અને શિક્ષણ વિભાગ સાથેની સંચાલકોની બેઠક બાદ પણ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. નક્કર નિર્ણય એટલે કે, જો સરકારે પોતે ઘડેલા નિયમો સાથે અડગ રહેવુ હોય તો પણ એક વર્ષ જેટલો સમય વિત્યા બાદ હવે નોંધણી વિનાની સ્કૂલોને તાળાં મારવા જોઈએ. બીજી વાત એ છે કે, જો તાળા મારવાની પ્રક્રિયા હાથ ધરાતી નથી તો પછી સ્કૂલોની નોંધણી થાય એ માટેનો નિર્ણય લેવામાં શા માટે આટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે એવા સવાલો ઉઠયાં છે. શિક્ષણ આલમમા ચર્ચા છે કે, એકમાત્ર સરકારનો શિક્ષણ વિભાગ એવો છે કે, જે વિચારણા, ચર્ચા અને નિર્ણયમાં મહિનાઓ કાઢે છે જની સીધી અસર ગુજરાતના શિક્ષણ ઉપર પણ પડે છે. પ્રિ-સ્કૂલના સંચાલકોએ નોંધણીના નિયમો મુદ્દે રજૂઆત કરી તો પ્રત્યુત્તર મળ્યો વિષય પ્રક્રિયા અને ઉપર લેવલે ચર્ચામાં છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં પ્રિ-સ્કૂલ નોંધણીના નિયમોમાં લાગુ કરેલા 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરાર સહિતના કેટલાક નિયમો મુદ્દે ચાલી રહેલ વિવાદનું 1 વર્ષ બાદ પણ નિરાકરણ આવ્યું નથી.
ગત 1લી જાન્યુઆરી-2025ના રોજ સંચાલકોની સરકાર સાથેની બેઠકમાં નિરાકરણ લાવવા અંગેની મૌખિક બાંહેધરી અપાઈ હતી, પરંતુ કોઈ નિર્ણય થયો નથી. બીજી તરફ નોંધણીની મુદત પૂર્ણ થઈ ગઈ, પરંતુ સત્તાવાર મુદત વધારવા અંગે પણ જાહેરાત થઈ નથી. આથી આજે અમદાવાદની વિવિધ પ્રિ-સ્કૂલના અંદાજે 35 જેટલા સંચાલકો શિક્ષણમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ મુલાકાત થઈ નહોતી. પરંતુ શિક્ષણના અધિકારીઓ પાસેથી એવો જવાબ મળ્યો છે કે, આ વિષય વિચારણા હેઠળ અને ઉપર લેવલે ચર્ચામાં છે.
પ્રિ-સ્કૂલ નોંધણીની પ્રક્રિયાના એક વર્ષ જેટલા લાંબા સમયગાળામાં ફાઇનલ નોંધણી હોય એવી સમગ્ર રાજ્યમાથી માત્ર 400 જેટલી જ શાળા હોવાનું જાણવા મળ્યું છે, જેની સામે ગુજરાતમાં હજારો પ્રિ-સ્કૂલો ધમધમે છે જેની નોંધણી થઈ નથી. નોંધણી ન થવા પાછળનું મુખ્ય કારણ 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, વર્ગદીઠ રૂ.5 હજાર ફી સહિતની બાબતો છે. આ મુદ્દે છેલ્લા એક વર્ષથી રજૂઆતોનો પણ મારો ચાલી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે ક, અનેક રજૂઆતો અને શિક્ષણ વિભાગ સાથેની સંચાલકોની બેઠક બાદ પણ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. નક્કર નિર્ણય એટલે કે, જો સરકારે પોતે ઘડેલા નિયમો સાથે અડગ રહેવુ હોય તો પણ એક વર્ષ જેટલો સમય વિત્યા બાદ હવે નોંધણી વિનાની સ્કૂલોને તાળાં મારવા જોઈએ. બીજી વાત એ છે કે, જો તાળા મારવાની પ્રક્રિયા હાથ ધરાતી નથી તો પછી સ્કૂલોની નોંધણી થાય એ માટેનો નિર્ણય લેવામાં શા માટે આટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે એવા સવાલો ઉઠયાં છે. શિક્ષણ આલમમા ચર્ચા છે કે, એકમાત્ર સરકારનો શિક્ષણ વિભાગ એવો છે કે, જે વિચારણા, ચર્ચા અને નિર્ણયમાં મહિનાઓ કાઢે છે જની સીધી અસર ગુજરાતના શિક્ષણ ઉપર પણ પડે છે. પ્રિ-સ્કૂલના સંચાલકોએ નોંધણીના નિયમો મુદ્દે રજૂઆત કરી તો પ્રત્યુત્તર મળ્યો વિષય પ્રક્રિયા અને ઉપર લેવલે ચર્ચામાં છે.