Ahmedabad: પ્રદૂષણ માપતા એક ડિસ્પ્લે પાછળ 12 લાખ ફૂંકી માર્યા ને 4 વર્ષથી સ્વિચ ઓફ! મનપા તંત્ર ઘોર નિંદ્રામાં!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્માર્ટ સિટી અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે નાગરિકોને પોતાના વિસ્તારની હવાની ગુણવત્તા (AQI - Air Quality Index) અંગે સચોટ માહિતી આપવા માટે કરોડોના આંધણ સાથે શરૂ કરાયેલો ‘સફર’ (SAFAR) પ્રોજેક્ટ સંપૂર્ણપણે ધૂળધાણી થઈ ગયો છે. શહેરના 8 જેટલા મુખ્ય અને ગીચ વિસ્તારોમાં પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે મૂકવામાં આવેલા તમામ મોટા LED ડિસ્પ્લે છેલ્લા ૪ વર્ષથી બંધ હાલતમાં માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઘોર બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા આ ડિજિટલ બોર્ડ્સ આજે કાટ ખાઈ રહ્યા છે.
એક ડિસ્પ્લે પાછળ 10 થી 12 લાખનો ખર્ચ, છતાં પરિણામ શૂન્ય
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2017 માં શહેરીજનોને પર્યાવરણ અને ઝેરી વાયુઓની માહિતી આપવા માટે 'સફર' પ્રોજેક્ટ હેઠળ 8 મહત્વના સ્થળોએ હાઈટેક ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યા હતા. એક ડિસ્પ્લે સિસ્ટમ ઊભી કરવા પાછળ અંદાજે ₹10 થી ₹12 લાખ નો માતબર ખર્ચ સરકારી તિજોરીમાંથી કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે એક કરોડ જેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 3-4 વર્ષ માંડ કાર્યરત રહ્યા બાદ, વર્ષ 2021 થી આ તમામ 8 ડિસ્પ્લે કાયમ માટે બંધ થઈ ગયા છે. છેલ્લા ચાર વર્ષથી આ ડિસ્પ્લેની સ્ક્રીન પર અંધારપટ છવાયેલો છે.ડિસ્પ્લે બંધ હોવાને કારણે સ્થાનિક રહીશો, મોર્નિંગ વોકર્સ, અસ્થમા-શ્વાસના દર્દીઓ અને સિનિયર સિટીઝન્સ જાણી શકતા નથી કે તેમના વિસ્તારની હવામાં પીએમ 2.5 કે પીએમ 10 નું પ્રમાણ કેટલું જોખમી છે.
AMC તંત્ર ઘોર નિંદ્રામાં
કરોડોનો ખર્ચ કર્યા બાદ તેના વાર્ષિક મેન્ટેનન્સ (AMC) કે સોફ્ટવેર કનેક્ટિવિટી તરફ પાલિકાના પર્યાવરણ કે સ્માર્ટ સિટી વિભાગે કોઈ ધ્યાન જ આપ્યું નથી.હાલ આ કરોડોના ડિસ્પ્લે માત્ર ધૂળ અને પક્ષીઓની અઘારથી ખરડાઈ રહ્યા છે.તંત્ર દ્વારા ન તો આ ડિસ્પ્લેને રીપેર કરીને પુનઃ કાર્યરત કરવાની તસ્દી લેવામાં આવે છે કે ન તો બિનઉપયોગી બનેલા માળખાને રસ્તા પરથી હટાવવામાં આવે છે. જનતાના ટેક્સના પૈસાનો આ રીતે સરેઆમ વેડફાટ થતાં પર્યાવરણપ્રેમીઓ અને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:Bharuch: વાલિયાના વટારીયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીની હરાજી અટકી, સરકાર અને બેંકના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોમાં આનંદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

