Ahmedabad : પેસેન્જર ભરવા મુદ્દે થયેલી બબાલની અદાવતમાં હાઈવે પાસે પાર્ક કરેલી કારમાં કરાઈ તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પેસેન્જર ભરવા મુદ્દે થયેલી બબાલમાં તોડફોડ કરવામાં આવી હતી. રામોલ CTM એક્સપ્રેસ હાઈવે પાસે કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ કારની તોડફોડ કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. વહેલી સવારે સાડા પાંચ વાગ્યે પાર્ક કરેલી એર્ટીગા કારમાં તોડફોડ કરવામાં આવી હતી. કારમાં પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં કારમાં તોડફોડ કરવામાં આવી હતી.
અંકિત ડાંગી અને ભુરિયા નામના યુવક સામે ફરિયાદ
ત્યારે હવે આ સમગ્ર મામલે રામોલ પોલીસે જયદીપ ચૌહાણ, સુનીલ ડાંગી, અંકિત ડાંગી અને ભૂરીયો નામના વ્યક્તિ વિરૂદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામોલ પોલીસે આ તમામ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરી, લુંટફાટ, મારામારી સહિત ફાયરિંગની ઘટનાઓ પણ વધી રહી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ શહેરમાં કથળી રહી છે, જ્યારે બીજી તરફ પોલીસ વિભાગ સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે.
અમદાવાદમાં CA તેહમૂલ શેઠ સામે EDની કાર્યવાહી
અમદાવાદમાં CA તેહમૂલ શેઠ સામે EDએ કાર્યવાહી કરી છે. CA તેહમૂલ શેઠની સામે નોંધાયેલી ફરિયાદના આધારે EDએ તેમની સંપતિ જપ્ત કરી છે. EDએ રૂપિયા 3.80 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. PMLA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી તેહમૂલની સંપતિ જપ્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે CA તેહમૂલ શેઠ સામે પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉચાપત અને છેતરપિંડી કરવાનો કેસ નોંધાયેલો છે. અમદાવાદનો એક બંગલો અને બે ખુલ્લા પ્લોટ સ્વરૂપે રહેલી સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી છે.
What's Your Reaction?






