Ahmedabad: પૂર્વના ઓઢવ,દસક્રોઇ નરોડાથી વૈષ્ણોદેવી આસપાસ વિસ્તારમાં જવા માટે બસ સેવા કથળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્વના ઓઢવ, દસક્રોઇ, નરોડા સહિતના વિસ્તારોમાંથી વૈષ્ણોદેવી અને આજુબાજુના સ્થળોએ આવવા માટે બસ સેવા કથળી ગઇ છે. શહેરમાં AMTS, BRTS અને મેટ્રો હોવા છતાં અણધડ આયોજનથી પૂર્વ વિસ્તારની પ્રજા પરેશાન છે. એજ્યુકેશન માટે આવતી દીકરીઓને રીક્ષામાં ડ્રાઇવરની સાથે બેસીને આવવું પડે છે.
અમદાવદ મ્યુનિ.કોર્પોરેશન AMTS અને જનમાર્ગ લિમિટેડ પાસે BRTS બસની સેવા છે. હવે અમદાવાદનો વિસ્તાર 480.88 કિ.મી.નો થઇ ગયો છે. 76 લાખની વધુ વસ્તી છે, બિનસત્તાવાર એક કરોડ વસ્તી કહી શકાય. ત્યારે બસની વ્યવસ્થા પ્રત્યેક વિસ્તારમાં પહોંચે તેવી હોવી જોઇએ. રાજકીય આગેવાનોની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવાતી નથી. અધિકારીઓ અને બસના ખાનગી ઓપરેટરો મળી પોતાની રીતે રૂટ ગોઠવી રહ્યા હોવાથી અનેક વિસ્તારોમાં હજી પૂરતી કનેક્ટિવિટી નથી. પૂર્વ વિસ્તારના ઓઢવ, કુહા, દસક્રોઇ, નરોડા, દહેગામ સહિતના ગામડાં અને એસ.પી.રિંગરોડના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ બસની પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી પેસેન્જર રીક્ષામાં ડ્રાઇવર સાથે બેસીને આવવું પડે છે.
સ્થાનિકોએ કહ્યું કે, વૈષ્ણોદેવીથી ઓઢવ સર્કલ સુધીની બીઆરટીએસ સેવા શરૂ થાય તો સરળતા રહે. વસંતનગર ગોતા સુધી આવતી બીઆરટીએસ બસને ત્રિમંદિર અડાલજ સુધી લંબાવવામાં આવે તો ઉત્તર ગુજરાતના એસ.ટી.સ્ટેન્ડ સુધી પહોંચવામાં સરળતા રહે. આમ પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં આવવા માટે અનેક રૂટ પર હવે ફેરફાર કરવાની જરૂર છે.
પીકઅવર્સમાં જ વ્યવસ્થા હોવી જરૂરી
વૈષ્ણોદેવી અને આસપાસના વિસ્તારોમાં જવા માટે પીકઅવર્સમાં ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. ત્યારે પીક અવર્સમાં બસની વ્યવસ્થા હોવી જરૂરી છે. નોકરિયાત વર્ગ અને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બે બસ અથવા તો પેસેન્જર રીક્ષા કે શટલ રીક્ષામાં જવું પડે છે. ઘણીવાર તો વધુ પેસેન્જરોને લીધે વિદ્યાર્થીનીઓ જ અક્ષભોનિય સ્થિતિમાં મુકાઇ જાય છે. જેથી પ્રજાના હિતમાં પૂર્વ વિસ્તારથી વૈષ્ણદેવી આસપાસના વિસ્તારોમાં જ બસના રૂટ અપડેટ કરવામાં આવે, તેવી સ્થાનિકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે.
What's Your Reaction?






